ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: પટના , બુધવાર, 29 ઑક્ટોબર 2008 (19:00 IST)

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવો-પાસવાન

કેન્દ્રીય મંત્રી અને લોકજનશક્તિ પાર્ટી રામ વિલાસ પાસવાને મહારાષ્ટ્રમાં ઉત્તર ભારતીયો પર હુમલાઓ રોકવામાં નિષ્ફળ રહેલ મહારાષ્ટ્ર સરકારને સસ્પેન્ડ કરી, રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ કરી છે.

પાસવાને પત્રકારોને જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ઉત્તર ભારતીયો પર થઈ રહેલા હુમલા રોકવામાં અસફળ રહી છે. તેથી ત્યાં આર્ટીકલ 355 અંતર્ગત રાષ્ટ્રપતિ શાસન લગાવવું જોઈએ. અને, દેશમુખ સરકારને બરખાસ્ત કરવી જોઈએ.

તેમણે વધુમાં જણાવ્યું કે મનસે પ્રમુખ રાજ ઠાકરે અને શિવસેના પ્રમુખ બાલાસાહેબ ઠાકરે વિરૂધ્ધ દેશદ્રોહનો કેસ ચલાવવો જોઈએ, તેવી માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે આજે મુંબઈમાં ઉત્તર પ્રદેશનાં એક મજૂરની માર મારીને હત્યા કરી દેવામાં આવી હતી.