શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભીકા શર્મા|
Last Modified: ગુરુવાર, 7 માર્ચ 2013 (12:02 IST)

મહિલા દિવસ સર્વે : સુષમા સ્વરાજ સૌથી લોકપ્રિય રાજનેતા

સોનિયા ગાંધી બીજા નંબરે

:
P.R
ભાજપ નેતા સુષમા સ્વરાજના બુલંદ ભાષણને સૌ કોઈ જાણે છે. તેમના ભાષણમાં એક અનોખો રોષ જોવા મળે છે. દિલ્હી ગેંગરેપ સમયે તેમણે લોકસભામાં અનેક પ્રશ્નો ઉઠાવીને સંસદ ભવન સહિત સમગ્ર દેશને જગાડી દીધો હતો. તેમની લોકપ્રિયતાનું આ જ કારણ છે. એક સર્વેક્ષણમાં હવે તેઓ સૌથી લોકપ્રિય મહિલા રાજ નેતા તરીકે ઊભરી આવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને તમિલનાડૂના મુખ્યમંત્રી જયલલિતાને ક્રમશઃ બીજા અને ત્રીજા સ્થાનથી સંતોષ માનવો પડ્યો છે.

આ સર્વેક્ષણ એક મેટ્રીમોનિયલ વેબસાઈટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નીમિતે કરાવવામાં આવ્યું છે. આ સર્વેક્ષણનો હેતુ એ સફળ ભારતીય મહિલાઓની ઓળખ મેળવવાનો હતો કે જેમણે પોતાની કેરિયર અને ઘરમાં એકદમ સંતુલન જાળવી રાખ્યું હોય.

સુષમા સ્વરાજને સૌથી પ્રશંસાપાત્ર મહિલા રાજનેતા તરીકે 36.28 ટકા લોકોએ પોતાનો મત આપ્યો હતો. સોનિયા ગાંધી તેનાથી થોડા ઓછા મતે એટલે કે 33.62 ટકા મત સાથે બીજા સ્થાન પર રહી હતી. આ મામલે જયલલિતાને 23.01 ટકા મત મળ્યા હતા. આ સર્વેક્ષણમાં 19000 ભારતીયો સામેલ થયા હતા.

જ્યારે ભારતમાં જન્મેલા પેપ્સિકોના સીઈઓ ઈન્દ્રા નૂઈ કોર્પોરેટ ક્ષેત્રમાં સૌથી પ્રશંસાપાત્ર અને સફળ મહિલા વ્યવસાયી રહ્યા છે. તેઓને 71.63 ટકા મત મળ્યા. જ્યારે રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષા નીતા અંબાણી 27.03 ટકા મતો સાથે બીજા સ્થાને રહ્યા.