શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 21 જાન્યુઆરી 2011 (11:11 IST)

માનહાનિ બાબતે રાખીને સમન

શહેરની એક કોર્ટે રિયાલીટી શો 'રાખી કા ઈંસાફ'ની પ્રસ્તુતકર્તા રાખી સાવંત અને સાત અન્યને માનહાનિના એક કેસમાં સમન રજૂ કર્યુ છે અને બધાને 10 ફેબ્રુઆરીએ રજૂ થવા માટે કહ્યુ છે.

વિશેષ મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ જ્યોત્સનાસિંહે ગયા વર્ષે નવેમ્બરમાં નરેન્દ્રસિંહની તરફથી દાખલ ફરિયાદ પર સંજ્ઞાન લેતા આ સમન રજૂ કર્યુ છે. સિંહે પોતાની ફરિયાદમાં દાવો કર્યો હતો કે શો મા તેમની પત્ની સુનીતાસિંહના કોઈ અન્ય સાથે વિવાહિત હોવાની ખોટી માહિતી આપવામાં આવી હતી.
IFM

રાખી સાથે જ ઈમેજિન ટીવી ચેનલના મુખ્ય અધિકારી અને શો માં સુનિતાના પતિના રૂપમાં હાજર થયેલ દેવ ભારદ્વાજને કોર્ટે 10 ફેબ્રુઆરીએ હાજર થવા માટે કહ્યુ છે.

સિંહનો દાવો છેકે તે ઓગસ્ટ 2003થી સુનિતાના પતિ છે અને શો મા દેખાનર વ્યક્તિ સુનિતાનો પતિ નથી. તેમણે મામાનહાનિ, ભદ્રતા અને મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડનારા જેવા આરોપ લગાવતા ફરિયાદ દાખલ કરી હતી.

સૂચના અને પ્રસારણ મંત્રાલયના દિશા-નિર્દેશ પછી આ શોનો સમય રાત્રે 10 વાગ્યાથી બદલીને 11 વાગ્યે કરી દેવામાં આવ્યો. આ શો આત્મહત્યા માટે મજબૂર કરવા બાબતે પણ વિવાદોમાં આવી ચૂક્યો છે.