ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: લખીસરાય , ગુરુવાર, 23 ઑક્ટોબર 2008 (17:26 IST)

મુંબઈ બાદ બિહાર સળગી રહ્યું છે

મહારાષ્ટ્રમાં બિહારી છાત્રોની થયેલી પીટાઈનાં વિરોધમાં આજે છાત્રોએ બિહારનાં પૂર્વ મધ્ય રેલ્વેનાં દાનાપુર મંડળનાં લખીસરાય અને બડહીયા રેલ્વે સ્ટેશનોમાં જોરદાર દેખાવ અને તોડફોડ કરી હતી.

સુત્રોનાં જણાવ્યા મુજબ લખીસરાય સ્ટેશન પર પટનાની સવારી ગાડીને રોકીને છાત્રોએ રાજ ઠાકરે અને રેલ્વે મંત્રી લાલુ પ્રસાદ યાદવ વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યો હતો. આ પ્રદર્શન બાદ ગાડીનાં ચાલક ગાડી છોડીને ભાગી ગયા હતાં.

છાત્રોએ ટ્રેક પર સાયકલનાં ટાયર મુકીને આગ લગાવી હતી. તેમજ કાઠગોદામ હાવડા બાઘ એક્સપ્રેસને બડહીયા રેલ્વે સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી. આ ટ્રેન સ્ટેશન પર ત્રણ કલાક રોકી રાખવામાં આવી હતી.

આ ઉપરાંત બીજા કેટલાંક સ્થળો પર સ્ટેશન પર તોડફો઼ડ અને ટ્રેનને રોકવાના બનાવો બન્યા હોવાનું જાણવા મળ્યું છે.