ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: મુંબઈ , મંગળવાર, 2 જુલાઈ 2013 (12:25 IST)

મુંબઈ રેલવે સ્ટેશન પાસેથી રૂપિયા 2500 કરોડ અને ગોલ્ડથી ભરેલ ટ્રક મળી

P.R
.
મુંબઈ સેટ્રલ રેલવે સ્ટેશન પાસેથી ચાર ટ્રક જપ્ત કરવામાં આવી છે. આ ટ્રકોમં અરબો રૂપિયાન રોકડ અને સોનાથી ભરેલ છે. રાત્રે બે વાગ્યાથી નોટોની ગણતરી ચાલુ છે. આ ચારેય ટ્રક આવકવેરા વિભાગ અને એનઆઈએ મતલબ નેશનલ ઈંવેસ્ટિગેશન એજંસીના જોઈંટ ઓપરેશનથી જપ્ત કરવામાં આવી છે. આ પૈસો અને સોનુ મુંબઈથી ટ્રેન દ્વારા ગુજરાત મોકલવામાં આવી રહ્યુ હતુ.

પોલીસે આ ટ્રકો જપ્ત કર્યા છે. ટ્રકોમાં લદાયેલા 1400 કોથળામાં આ રોકડ રકમ અને અલંકારો ભરેલા હતા. અધિકારીઓને શંકા છે કે આ બધાં નાણાં હવાલા કારોબારથી જોડાયેલા છે. આ મામલે અંદાજે 45 આંગડીયાઓની ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાત મોકલવામાં આવી રહ્યા હતા રૂપિયા

ગુજરાતના સૂરત, વડોદરા, અમદાવાદ અને રાજકોટમાં આ ખજાનાની ડિલેવરી થવાની હતી. માલની ડિલેવરી માટે કુલ 47 લોકો જોડાયેલા હતા. જેમા સાત ટ્રક ડ્રાઈવરનો પણ સમાવેશ છે. આ બધાની ધરપકડ કરવામાં આવી રહી છે. મળેલ સૂચનાના આધારે ગઈરાત્રે લગભગ 9 વાગીને 50 મિનિટ પર એનઆઈએ આવકવેરા વિભાગની સાથે મળીને દરોડા પાડ્યા. સૂત્રોના મુજબ રેડ સમયે વીપી રોડ પોલીસ સ્ટેશનના કેટલાક પોલીસવાળા આ કેશની સુરક્ષામાં લાગેલા હતા.

આ પહેલા ચારે ટ્રકથી ભરેલ પૂરો પૈસો અને સોનુ ટ્રેનમાં લોડ થઈને ગુજરાત રવાના થશે. તેને જપ્ત કરી લેવામાં આવી. પ્રશ્ન ઉઠી રહ્યો છે કે આટલી મોટી રકમ અને સોનુ ગુજરાતમાં જુદા જુદા શહેરોમાં ક્યા લોકો પાસે જઈ રહ્યુ હતુ અને આની પાછળ કોનો હાથ છે.