શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

મુંબઈ હુમલો તસ્વીરોમાં

P.R

મુંબઈ હુમલા દરમિયાન ધરપકડ ચરમપંથી અજમલ કસાબને હુમલાની ચોથી વરસીના ઠીક પહેલા ફાંસી આપવામાં આવી.

P.R

મુંબઈની તાજ હોટલ શહેરના મુખ્ય પ્રતીકોમાંની એક છે. પણ આ હોટલ ઘણા સમય સુધી આંતરરાષ્ટ્રીય મીડિયામાં હુમલાનું પ્રતીક બની રહ્યુ.
P.R

કટ્ટરવાદીઓએ મુંબઈના ઘણા સ્થાનોને નિશાન બનાવ્યુ અને મોટા પાયા પર હિંસા કરી

P.R

હુમલા દરમિયાન ભારતના વિશેષ સુરક્ષા બળ પર તાત્કાલિક કાર્યવાહી ન કરવાનો આરોપ લાગ્યો. ખાસ કરીને કહેવાય છે કે વિશેષ કમાંડો બળ ઘટનાસ્થળ પર મોડા પહોંચ્યા.
P.R

મુંબઈ હુમલા દરમિયાન દસ કટ્ટરપંથીઓ સામે ટક્કર આપવામાં ભારતીય સુરક્ષા બળોને સાહીઠ કલાક લાગ્યા.

P.R

આ હુમલામાં કુલ 166 લોકો માર્યા ગયા જેમા ઘણા વિદેશીઓ પણ હતા.

P.R

ભારત સરકારે હુમલાની પાછળ કેટલાક પાકિસ્તાની તત્વોનો હાથ બતાવ્યો, જેના કારણે બંને દેશોના સંબંધો ઘણા સમય સુધી ખરાબ રહ્યા
P.R

હુમલા દરમિયાન કસાબને જીવતો પકડવામાં આવ્યો. લાંબી કાયદાકીય પ્રક્રિયા પછી કસાબને મોતની સજા સંભળાવવામાં આવી.

P.R

કેટલાક દિવસો પહેલા કસાબને ફાંસી આપ્યા પછી ભારતના ઘણા સ્થાન પર ખુશીનું વાતાવરણ જોવા મળ્યુ.