ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

મુંબઈમાં કોગ્રેસ વિધાયક દળની આજે બેઠક

P.R
મહારાષ્ટ્રના આવતા મુખ્યમંત્રી કોણ રહેશે, તેને લઈને આજે મુંબઈમાં કોંગ્રેસ વિઘાયક દળની બેઠક થવાની છે. નવી સરકારનુ ગઠન માટે થનારે મુખ્ય બેઠક પર આલાકમાનની ખાસ નજર છે.

મહારાષ્ટ્ર મુખ્યમંત્રીની રેસમાં મુખ્યમંત્રી અશોક ચૌહાણની સાથે-સાથે પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખ, સુશીલ કુમાર શિંદે અને નારાયણ રાણેનુ નામ આગળ ચાલી રહ્યુ છે. સૂત્રોનુ માનીએ તો સીએમ રેસમાં મુખ્યમંત્રી અશોક ચૌહાણનુ નામ જ સૌથી અગળ ચાલી રહ્યુ છે. જેની ચોખ્ખો છાપ અને યુવા નેતૃત્વ કૌશલના રાહુલ ગાંઘી પણ વખાણ કરે છે. પરંતુ ઔપચારિક રીતે નેતા પસંદ કરવા માટે કોગ્રેસ વિધાયક દળની એક બેઠક થવાની છે, જેની દેખરેખ માટે પાર્ટી નેતા એકે એંટની, દિગ્વિજય સિંહ અને રહેમાન ખાન મુંબઈ આવશે. કોગ્રેસી પરંપરા મુજબ ત્રણ સભ્યોની આ સમિતિ વિધાયકોની પસંદથી આલાકમાનને રુબરુ કરાવશે અને છેવટે જે સોનિયા અને રાહુલને ગમશે તેની પર પસંદગીની મોહર લાગશે.