શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

મુંબઈમાં ટ્રેન પર પાઈપલાઈન પડતા બે ના મોત

N.D
મુંબઈના મુલંડ-ઠાણે માર્ગ પર શુક્રવારે સવારે એક સ્થાનીક ટ્રેન પર રેલવે પુલ સાથે જોડાયેલી રેલવે પાઈપલાઈનનો થોડો ભાગ પડી ગયો, જેના કારણે મોટરમેન સહિત બે ના મોત થયા અને 11 ઘાયલ થઈ ગયા.

મોટરમેનને ઘટના પછી કેબિન કાપીને ગંભીર હાલતમાં બ્બહાર કાઢવામાં આવ્યો, જ્યા હોસ્પિટલમાં તેનુ મોત થઈ ગયુ. પોલીસના સૂત્રોએ જણાવ્યુ કે નિર્માણાધીન કોપરી પાણીની પાઈપલાઈન રેલવે પુલ સાથે જોડાયેલી છે. આજે તેનો થોડો ભાગ લગભગ દસ વાગીને ત્રીસ મિનિટ પર કલ્યાણ જઈ રહેલ એક ઉપનગરીય ટ્રેન પર પડી ગયો.

દુર્ઘટનામાં બે ના મોત થયા અને 11 ઘાયલ થઈ ગયા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાથી ત્રણની હાલત ગંભીર છે. દુર્ઘટનાને કારણે સેટ્રલ લાઈન પર રેલ સેવાઓ બાધિત થઈ ગઈ. કુર્લા ઉપનગર અને ઠાણે ઉપનગરની વચ્ચે ટ્રેન ન ચાલવાને કારણે યાત્રીઓને અસુવિદ્યા થઈ રહી છે.