શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: મંગળવાર, 7 મે 2013 (15:25 IST)

મુંબમુંબઈ NSUIના નેતાએ કર્યો ડર્ટી ડાંસ, પાર્ટીએ કર્યા સસ્પેંડ

P.R
મુંબઈનો એનએસયૂઆઈ અધ્યક્ષ સૂરજ ઠાકુરને એક પાર્ટીમા ન્યૂડ ડાંસ કરવા પર સસ્પેંડ કરવામાં આવ્યા છે. ઠાકુરની આ હરકતે ભ્રષ્ટાચારથી ઘેરાયેલ કોંગ્રેસને વધુ મુશ્કેલીમાં નાખી દીધી છે. બીજી બાજુ એનએસયુઆઈએ પોતાના ફેસબુક પેજ પર સૂરજ ઠાકુરના વ્યવ્હારની નીંદા કરી છે. ઠાકુર પર એક સમારંભમાં કપડાં વગર નાચવાનો આરોપ છે. તેઓ ડિસેમ્બર 2012માં આ પદ પર ફરીથી ચૂંટાયા હતા.

જાણવા મળ્યુ છે કે ઠાકુર ગઈ 14 એપ્રિલના રોજ મુંબઈના કાંદીવલી વિસ્તારમાં એક પાર્ટીમાં આ હરકત કરતા જોવા મળ્યા છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે તેમણે આવુ કેમ કર્યુ. સમાચાર મુજબ ત્યા સીનિયર્સ રેગિંગ કરી રહ્યા હતા અને ઠાકુરના શર્ટના બટન ખુલા હતા. આ બાબતે વીડિયો યૂ ટ્યુબર પર પણ નાખવામાં આવ્યો છે. જેને પાછળથી હટાવી લેવામાં આવ્યો.

એનએસયૂઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષ ઠાકુરની સાથે બે બીજા પદાધિકારીઓને પણ સસ્પેંડ કરવામાં આવ્યા છે. એવુ બતાવાય રહ્યુ છે કે બધા દારૂ પીને આવી હરકત કરી રહ્યા હતા. ઠાકુર મે 2011માં રાજીવ ગાંધીના કથિત કાતિલ એ જી પેરારિવલનના પુસ્તકના વિરોધમાં કરવામાં આવેલ આંદોલનની આગેવાની દ્વારા ચર્ચામાં આવ્યા હતા.