શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: મુંબઈ. , બુધવાર, 29 ડિસેમ્બર 2010 (11:26 IST)

મુન્નાભાઈ પડ્યા મુશ્કેલીમાં

કોર્ટે સંપત્તિ નીલામ કરવાનો આદેશ આપ્યો

IFM
મુંબઈ ઉચ્ચ ન્યાયલયે બોલીવુડ અભિનેતા સંજય દત્ત અને ફિલ્મ નિર્માતા શકીલ નૂરાનીની વચ્ચે એક નાણાકીય વિવાદ બાબતે આ અભિનેતાની બે પરિસંપત્તિઓની નીલામી કરવાનો આદેશ આપ્યો છે.

આ વર્ષે જાન્યુઆરીમાં 'ઈંડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યૂસર્સ એશોશિએશન'ને આ બાબતને લઈને નિર્ણય સંભળાવ્યો હતો. નૂરાનીએ આ અભિનેતા પર 2.03 કરોડ રૂપિયાનો દાવો કર્યો છે, જેમાં તેને ચુકવવામાં આવેલ 50 લાખ રૂપિયાની રોકડનો પણ સમાવેશ થાય છે. ફિલ્મ 'જાન કી બાજી'માટે આ રકમ આપવામાં આવી હતી.

આ પ્રકારના નાણાકીય વિવાદ બાબતે સિને આર્ટિસ્ટ એશોશિએશન અને આઈએમપીપીએની વચ્ચે એક સમજૂતી છે, જે આઈએમપીપીએને પંચના રૂપમાં કાર્ય કરવાની શક્તિ પ્રદાન કરે છે.

નૂરાનીના વકીલ અશોક સરોગીએ જણાવ્યુ કે આઈએમપીપીએ એ તાજેતરમાં પોતાનો નિર્ણય લાગૂ કરવા માટે એક અરજી આપી હતી, જેન પર હાઈકોર્ટના અમલીકરણ વિભાગે દીવાની પ્રક્રિયા સંહિતાના હેઠલ ગયા અઠવાડિયે સંજય દત્ત વિરુદ્ધ વોરંટ રજૂ કર્યુ હતુ. ત્યારબાદ કોર્ટ આ અભિનેતાના આંગણમાં નીલામીની નોટિસ ચિપકાવી દીધી

સરોગીએ જણાવ્યુ કે જો અભિનેતા આ રકમને 30 દિવસની અંદર નહી ચુકવે તો તેના રહેઠાણ અને કાર્યાલયની નીલામી કરી દેવામાં આવશે. દત્ત આ આદેશને લઈને ઉચ્ચ ન્યાયાલયમાં પડકાર આપી શકતા હતા. પરંતુ તેમને આવુ ન કર્યુતેથી તેમના પ્રાંગણમાં નોટિસ ચિપકાવી દેવામાં આવી.