શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

મુલાયમનો મોદીને પડકાર 'દમ હોય તો યુપીથી ચૂંટણી લડી બતાવે'

P.R
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મિશન 2014ની તૈયારીઓમાં લાગી ગયા છે. સત્તાના શિખર સુધી પહોંચવા માટે મોદી દરેક ચાલ સમજી વિચારીને ચાલી રહ્યા છે. આ માટે તેઓ યૂપીથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે, કારણ કે કહેવાય છે કે પીએમની ખુરશીનો રસ્તો યૂપીથી થઈને જાય છે. પણ મોદીની સામે ઉભા થઈ ગયા છે સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમ સિંહ યાદવ. મુલાયમે મોદીને પડકાર આપ્યો છે કે તેઓ યૂપીથી લડીને બતાવે. વાતો વાતોમાં મુલાયમના ત્રીજા મોરચાની આગેવાની કરવાના સંકેત પણ આપી દીધા.

મોદી પર હલ્લાબોલ

જ્યારથી મોદીએ યૂપીથી ચુંટણી લડવાનો નિર્ણય કર્યો છે, યૂપીન નેતા એક પછી એક તેમના પર હલ્લાબોલ કરી રહ્યા છે. કોંગ્રેસ તો શરૂઆતથી જ મોદીને નિશાન પર તાકીને બેસી છે. થોડા દિવસો પહેલા માયાવતીએ પણ બ્રાહ્મણ રેલીમાં મોદી પર જોરદાર આક્ષેપો કર્યા હતા. અને હવે મોદીનો રથ રોકવા અવી ગયા છે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદ. મુલાયમે બે ટૂંક શબ્દોમાં કહ્યુ કે મોદી યૂપીથી ચુંટણી લડીન જોઈ લે, તો તેમને હકીકત ખબર પડી જશે. મુલાયમ સિંહ યાદવે કહ્યુ કે મોદી જો યૂપીમાં લડે તો સ્વાગત તો અમે નહી કરી શકીએ, પણ તેઓ લડશે તો તેમને અનુભવ થશે કે યૂપી શુ છે. આ મામલે હિન્દુસ્તાન આવી તક કોઈને નથી આપતુ.

ઉત્તરપ્રદેશ પર સૌની નજર

કોંગ્રેસ હોય કે બીજેપી હોય કે પછી સમાજવાદી પાર્ટી, સૌ જાને છે કે સીટોના હિસાબે યૂપી દેશનુ સૌથી મોટુ રાજ્ય છે. અહી લોકસભાની 80 સીટો છે. આવામા જો જે પાર્ટીએ યૂપીને જીતી લીધી, તેની દિલ્હીમાં રાજ કરવાની શક્યતા વધી જાય છે. આ જ કારણ છે કે મોદીએ પોતાન સૌથી ખાસ અમિત શાહને યૂપીની કમાન સોંપી છે. જેથી તેઓ તેમના માટે રાજકારણી જમીન તૈયાર કરી શકે. અમિત શાહે પણ યૂપી પહોંચવાની સાથે જ હિન્દૂ કાર્ડ રમવાના શરૂ કરી દીધા.

મુલાયમનો દાવો

મુઆલયમ હાલ યૂપીમાં સમાજવાદી પાર્ટીની સરકાર છે અને એ પણ સંપૂર્ણ બહુમત સાથે. આવામાં મુલાયમને વિશ્વાસ છે કે લોકસભા ચુંટણીમાં તેમની પાર્ટીનું પલડું ભારે રહેશે. મુલાયમે દાવો કર્યો છે કે 2014માં કોઈ પાર્ટીને બહુમત નહી મળે. મુલાયમનુ કહેવુ છે કે કોંગ્રેસ અને બીજેપી પછી સમાજવાદી પાર્ટી ત્રીજી સૌથી મોટી પાર્ટી બનીને આવશે. એ જ કારણ છે કે મુલાયમ સતત ત્રીજા મોરચાની વાતો ચગાવી રહ્યા છે.

મતલબ કહી શકાય કે અંદરખાનેથી મુલાયમ સિંહ યાદવ પણ પીએમ બનવાના સપના જોઈ રહ્યા છે. મુલાયમે આ નિવેદનોના મિશન 2014ની લડાઈને ખૂબ જ દિલચસ્પ બનાવી દીધી છે. સૌથી મોટી વાત એ છે કે કોંગ્રેસ, બીજેપી અને હવે સમાજવાદી પાર્ટી ત્રણેયના પીએમ ઉમેદવાર ઉત્તરપ્રદેશના ચુંટણી અખાડામાં તાલ ઠોકતા જોવા મળી શકે છે.