મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 23 ફેબ્રુઆરી 2010 (18:07 IST)

મોંઘવારી મુદ્દે સંસદમાં હંગામો, કાલ સુધી સ્થગિત

મોંઘવારીના મુદ્દા પર વિપક્ષના વધતા દબાણ બાદ લોકસભા અને રાજ્યસભાને સ્થગિત કરી દેવામાં આવી છે. આજે બજેટ સત્રનો બીજો દિવસ છે. વિપક્ષે કેન્દ્ર સરકાર પર આરોપ લગાગતા લોકસભામાં કહ્યું કે, વધતી મોંઘવારી માટે રાજ્ય સરકારથી વધારે કેન્દ્ર સરકાર જવાબદાર છે. આ કેન્દ્રની અસફળતા છે. લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષે કેન્દ્ર સરકારને ઘેરવાનો ઘણો પ્રયત્ન કર્યો. તેમાં લોકસભામાં વિપક્ષની નેતા સુષ્મા સ્વરાજ અને સપાના પ્રમુખ મુલાયમ સિંહ પ્રમુખ હતાં.

ભારતીય જનતા પાર્ટીએ લોકસભામાં સ્થગન પ્રસ્તાવને લઈને મોંઘવારી પર ચર્ચા કરવવા ઈચ્છતી હતી કારણ કે, પાછલી દલીલનું કોઈ પરિણામ નિકળ્યું ન હતું પરંતુ સરકારે સ્થગન પ્રસ્તાવ માટે લોકસભામાં મોંઘવારીના મુદ્દા પર ચર્ચા કરવાની વિપક્ષની માગણી ફગોવી દીધી હતી ત્યાર બાદ વિપક્ષે એક વાર ફરીથી નવા તબક્કે સ્થગન પ્રસ્તાવની માગણી કરી પરંતુ સરકારે આજે તેને ફરી ફગાવી દીધી. વિપક્ષના આક્રમક વલણને જોતા સદનમાં મોંઘવારીના મુદ્દા પર હંગામો થવાના અણસાર હતાં.