બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

મોદી અને રાહુલના ભાષણમાં કોણ પ્રભાવશાળી ?

P.R


નરેન્દ્ર મોદી હોય કે પછી રાહુલ ગાંધી બંનેના ભાષણોમાં ભારતના નિર્માણ સંબંધી દ્રષ્ટિનો ખાસો અભાવ જોવા મળ્યો છે. રાહુલ ગાંધી જ્યા દિલ્હીની રેલીમાં દિલ્હી સરકારની સિદ્ધિઓ ગણાવતા રહેક હ્હે. તો બીજી બાજુ મોદી કેન્દ્ર સરકાર અને બિહાર સરકારણી ઉણપો ગણાવવામાં વ્યસ્ત છે.

બિહારમાં મોદીને અનેકવાર આવતા રોકાયા, તેથી ત્યાંના લોકો માટે મોદીનુ આકર્ષણ હતુ અને જે રીતે કોર્પોરેટ જગત અને મીડિયાએ તેમની ઈમેજ બનાવી દીધી છે તેનો તેમને લાભ મળી રહ્યો છે.

રાહુલ અને મોદીના ભાષણોમાં ભારતના નિર્માણનુ કોઈ વિઝન નથી. મોદીની એક એવી ઈમેજ બનાવી દેવામાં આવી છે કે તેઓ જ પીએમ બનવાના છે, જેનો ફાયદો ઉઠાવવા માટે નરેન્દ્ર મોદી ઉગ્ર રાષ્ટ્રવાદનો મુદ્દો વધુ ઉછાળી રહ્યા છે.

આ બંને એકબીજાની ટીકા ટિપ્પણીમાં લાગી ગયા છે. જ્યા સુધી મોદીનો સવાલ છે તો તેઓ પોતાની શરતો પર લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યા છે. મોદીના ચક્રવ્યૂહમાં કોંગ્રેસી ફંસાય રહ્યા છે.

દિલ્હીની રેલીમાં રાહુલ ગાંધીએ એવુ કશુ નહી કર્યુ, જેનાથી લાગે કે દેશમાં નીચલા અને ગરીબ લોકો માટે તેમની પાસે કોઈ વિશેષ દ્રષ્ટિ છે. આ જ હાલત નરેન્દ્ર મોદીની પણ છે.

જ્યા સુધી કોંગ્રેસનો સવાલ છે તો તેમણે છેલ્લા દોઢ દસકામાં દિલ્હીમાં ઘણા કામ કર્યા છે, દેખીતુ છે કે ચૂંટણી દરમિયાન બધી પાર્ટીઓ આવુ કામ કરે છે. પણ દિલ્હીની અસલી સમસ્યા મોંઘવારી અને ભ્રષ્ટાચાર છે. તેને કેવી રીતે રોકી શકાય તેનુ સમાધાન ન તો મોદી આપી રહ્યા છે કે ન તો રાહુલ.

બિહારમાં યદુવંશનો ગુજરાત સાથે સંબંધ બતાવી મોદી બિહારના મતદાતાઓને લોભાવી રહ્યા છે, પણ કદાચ તેઓ ભૂલી રહ્યા છે કે બિહારના મતદાતા રાજનીતિક રૂપે ખૂબ જ જાગૃત છે.

આવી જ ભાવનાત્મક વાતો રાહુલ ગાંધી પણ કરી રહ્યા છે. પણ જ્યા સુધી દિલ્હીનો સવાલ છે તો કોંગ્રેસે વિકાસના કાર્ય કર્યા છે અને દિલ્હીમાં જો કોંગ્રેસ વોટ માંગી રહી છે તો તે પોતાના આ કામને કારણે જ માંગી રહી છે.

જ્યા સુધી રાહુલના ભાષણમાં તેમના પરિવારજનોના કુરબાનીનો ઉલ્લેખ છે તો એક વાત ધ્યાન રાખવી જોઈએ કે આજના એકવીસમી સદીમાં મતદાઓને માટે આ બધી વાતોનો એટલો મતલબ નથી જેટલો તેમની અસલી સમસ્યા વીજળી, પાણી, મકાન અને રોજગારનો છે.

નેતાઓ પાસેથી મતદાતા આટલી જ અપેક્ષા કરી રહ્યા છે, પણ અફસોસની વાત છે કે રાહુલ ગાંધી અને મોદી બંને મતદાતાઓને આ અંગે કોઈ ઠોસ આશ્વાસન નથી આપી રહ્યા.