ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: અમદાવાદ , બુધવાર, 24 માર્ચ 2010 (12:26 IST)

મોદી એસઆઈટી સામે 27 મી એ રજૂ થશે

ND
N.D
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આખરે ગુજરાત રમખાણોની તપાસ માટે બનેલી વિશેષ તપાસ સમિતિ (એસઆઈટી) સામે ઉપસ્થિત થશે. સૂત્રોના અનુસાર મુખ્યમંત્રી મોદી તપાસ સમિતિની સમક્ષ 27 માર્ચના રોજ રજૂ થઈ શકે છે.

કહેવામાં આવી રહ્યું છે કે, સુરક્ષા કારણોને પગલે મોદી એસઆઈટીના ભવનમાં જશે નહીં. સૂત્રોના અનુસાર મુખ્યમંત્રી મોદીથી કેવા પ્રશ્ન જવાબ કરવામાં આવશે તેનો પણ ખુલાસો હજુ સુધી કરવામાં આવ્યો નથી.

ઉલ્લેખનીય છે કે, એસઆઈટીએ અહેસાન જાફરી હત્યાકાંડમાં મોદીને સમન્સ જારી કર્યા હતાં. એસઆઈટીએ મોદીને નોટિસ જારી કરીને પુછપરછ માટે રજૂ થવા માટે કહ્યું હતું. 27 ફેબ્રુઆરી 2002 ના ગુજરાત રમખાણો દરમિયાન ગુલબર્ગ સોસાયટીમાં 69 લોકોને જીવતા સળગવામાં આવ્યાં હતાં.

ગુલબર્ગ કાંડમાં મૃત્યુ પામેલા કોંગ્રેસી સાંસદ અહેસાન જાફરીની વિધવ જાફિયા જાફરીએ મોદી સહિત 62 લોકો પર આરોપ લગાડ્યો છે અને સુપ્રીમ કોર્ટથી તપાસની માગણી કરી છે. મોદી પ્રથમ એવા મુખ્યમંત્રી છે જેમને રમખાણોની તપાસ કરી રહેલી એસઆઈટી સામે રજૂ થવાનું છે.