શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

મોદી દિલ્હીવાસીઓનુ દિલ જીતવા તૈયાર, આજની રેલીમાં વિરોધીઓ પર ચલાવશે તીર !!

P.R

ગુજરાતના સીએમ અને બીજેપીના 'પીએમ ઈન વેટિંગ' નરેન્દ્ર મોદી દિલ્હીમાં એક મહારેલીને સંબોધિત કરવા જઈ રહ્યા છે. મોદી આગામી ચુંટણીને ધ્યાનમાં રાખતા પોતાની પાર્ટીને મજબૂત બનાવવા બતાવવા ઉપરાંત વિરોધી પાર્ટીઓ પર 'રાજનીતિક વાગ્બાણ' ચલાવવા તૈયાર છે. ફક્ત દિલ્હી જ નહી દેશના અન્ય વિસ્તારોના લોકો પણ તેમની ગર્જના સાંભળવા આતુર છે.

પાર્ટીને છે મોદીની રેલીથી અનેક આશા

બીજેપીએ રવિવારની સવારે પોતાના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની સભા દ્વારા અનેક આશાઓ લગાવી બેસ્યા છે. આ રેલીને સફળ બનાવવા માટે તેઓ કોઈ કસર છોડવા નથી માંગતા. આયોજકોનુ કહેવુ છે કે તેમને 5 લાખ લોકો એકત્ર થાય તેવી આશા છે. મોદીની આ રેલી ઉતરી દિલ્હીના રોહિણી સ્થિત પાર્કમાં આયોજી કરવામાં આવી રહી છે. મોદીની રેલી માટે ઘોડા, હાથી અને ઊંટની પણ વ્યવસ્થા છે.

કોંગ્રેસ અને રાહુલ બની શકે છે નિશાન

આરોપીઓને બચાવવાનારા વિવાદાસ્પદ વટહુકમ પર રાહુલ ગાંધીના વિફર્યા બાદથી યૂપીએ સરકાર અને કોંગ્રેસ બંને વાદવિવાદમાં ફસાયી છે. હવે એટલુ તો નક્કી છે કે નરેન્દ્ર મોદી આ સ્થિતિ પર તીર છોડીને પોતાની પાર્ટીના પક્ષમાં ફાયદો કરાવવાનો પ્રયત્ન કરશે.

પાર્ટીને મોદીથી અનેક આશાઓ

વિકાસ રેલીના નામથી આયોજીત આ સભા દ્વારા બીજેપીને આશા છેકે રાજ્યમાં પરસ્પર વિવાદની સમસ્યાનો સામનો કરી રહેલ પાર્ટીને મોદીનો જાદુ કામ કારગર સાબિત થશે. આ વિવાદને કારણે જ પાર્ટી 1999થી 2008 સુધી ત્રણ વાર વિધાનસભા ચુંટણીમાં હારનો સામનો કરી ચુકી છે. મોદી સાથે તાકત અને એકજુટતા બતાવવા માટે મંચ પર સમગ્ર કેન્દ્રીય નેતૃત્વ તૈયારીમાં છે.

આગળ મોદીનુ દિલ્હી અભિયાન

રેલીમાં બધુ છે હાઈટેક

રોહિણીના જાપાની પાર્કમાં થનારી રેલીને સફળ બનાવવા માટે પાર્ટીના સેકડો કાર્યકર્તાઓએ દિવસ રાત એક કર્યા છે. સાઉંડ સિસ્ટમ હાઈટેક છે અને સ્ક્રીન વિશાળ લગાવવામાં આવી છે. બીજેપીનો દાવો છે કે મોદીને સાંભળવા મોટી સંખ્યામાં લોકો એકત્ર થશે. તેથી એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે ખૂણે ખૂણે બેસેલા લોકો પણ મોદીને જોઈ અને સાંભળી શકે. સમગ્ર જાપાની પાર્કમાં 40 એલઈડી સ્ક્રીન લગાવાયા છે. હાઈટેક સાઉંડ સિસ્ટમ અને એલઈડી સ્ક્રીન દ્વારા દરેકને એવુ લાગશે કે મોદી તેમની નિકટથી જ બોલી રહ્યા છે.
P.R


5 લાખથી વધુ લોકો આવે એવી આશા

બીજેપી નેતા અને પ્રદેશ બીજેપીના પૂર્વ અધ્યક્ષ વિજય ગોયલના મુજબ 'અમને પાંચ લાખથી વધુ લોક્કો આવવાની આશા છે. અમે ઈચ્છીએ છીએ કે દરેક તેમને જુએ અને સાંભળે, ઉપરથી રવિવાર છે તેથી ટીવી ચેનલ પોતાના દેશી-વિદેશી દર્શકો માટે મોદીના ભાષણનું સીધુ પ્રસારણ કરશે જ .જાપાની પાર્કમાં ટીવી ચેનલો માટે લાઈવ સ્ટુડિયો પણ બનાવાય છે.

મોદીની રેલી માટે મંચ થયો તૈયાર

દિલ્હીમાં નરેન્દ્ર મોદીની રેલી મટે એલઈડી સ્ક્રીન સાથે વિશાળ મંચ અને મોદીનુ 100 ફુટ ઉંચુ કટઆઉટ તૈયાર કરવામાં આવ્યુ છે. પાર્ટી કાર્યકર્તાઓએ રેલી સ્થળ પર 40 ફુટ પહોળા અને 80 ફુટ લાંબા મંચને અંતિમ રૂપ આપ્યુ છે. રેલી સ્થળના પ્રવેશ પર જ મોદીના 100 ફુટ ઊંચા કટઆઉટ જોવા મળશે. સમગ્ર દિલ્હીમાં એલઈડી સ્ક્રીન લગાવવામાં આવી છે, જેનાથી રેલીનુ સીધુ પ્રસારણ થશે, રેલી સ્થળની આસપાસ સુરક્ષા વ્યવસ્થા પૂરી કરવામાં આવી છે.

આયોજન સ્થળ પર ડેંગૂ નિરોધી અભિયાન

નરેન્દ્ર મોદીની રેલીની પૂર્વ સંધ્યા પર ડેંગૂના સંકટથી આશંકતિ નગર નિગમ અધિકારીઓએ કાર્યક્રમ સ્થળ પર મચ્છરોને મારવા માટે વિશેષ અભિયાન ચલાવ્યુ. ઉત્તર દિલ્હી નગર નિગમ દ્વારા રજૂ એક રિપોર્ટ મુજબ ડીડીએના જાપાની પાર્કમાં મચ્છરોના ઉપદ્રવ વિશે જાણવા મળ્યુ છે. આ રોહિણી વિસ્તારમાં આવે છે, જ્યા ડેંગૂના લગભગ 400 કેસ આવી ચુક્યા છે.

બીજેપીના 1000થી વધુ કાર્યકર્તાઓ આ રેલીમાં પાણી અને મેડિકલ મદદ માટે હાજર છે. રેલીમા આવનારને કોઈ અસુવિદ્યા ન થાય તેનો પૂર્ણ ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે. સમગ્ર જાપાની પાર્કમાં પંખાની વ્યવસ્થા છે. હવે જોવાનુ એ છે કે મોદી પોતાના વિરોધીઓને કેવી ટક્કર આપે છે.