શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 17 જૂન 2013 (15:08 IST)

મોદી પર આંગળી ચીંધતા પહેલા પોતાનુ અતીત પણ જોઈ લો નીતીશ કુમાર

P.R
ગ્રેટ ઈંડિયન પોલિટિકલ થિયેટરમાં જલ્દી જલ્દી પડદોં ઉંચકાય રહ્યો છે. મંચ પર પાત્રોની એવી ભાગદોડ છે કે લોકોને સમજાતુ જ નથી કે કોણ છે નાયક અને કોણ છે વિદૂષક. એક દિવસ મોદી પર સ્પોટ લાઈટ હોય છે તો બીજા દિવસે અડવાણી પર. જ્યા સુધી આપણે તેમના તરફ જોઈએ પાછળથી નીતીશ કુમારની શાયરીઓ ગૂંજવા માંડે છે. આવામા જરૂરી છે કે દરેક વ્યક્તિનુ નિવેદન અને તેની પાછળ તેની નીયતને જોવામાં આવે. તેથી તમને અસલિયત સમજાય.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ગોવા કારોબારીમાં ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવાના વિરોધમાં જેડી(યુ)એ ભાજપ સાથે ગઠબંધન તોડીને એનડીએમાંથી નીકળી જવાનું પસંદ કર્યું છે. ગઇકાલે ગઠબંધન તુટયા બાદ ટીવી મીડિયામાં નીતિશ કુમારે 2003માં રેલવે મંત્રી તરીકે ગુજરાતની મુલાકાત લઇને મોદી સાથેના એક મંચ પર મોદીના ભારોભાર વખાણ કર્યાં તે દર્શાવી નીતિશ કુમાર સંદર્ભે એવો સવાલ કર્યો હતો કે જેમણે એ સમયે મોદીના ભારોભાર વખાણ કર્યા અને એમ કહ્યું હતું કે આગામી સમયમાં મોદીની પ્રતિભા ગુજરાત સુધી સીમિત નહી રહે. અને દેશને તેમની સેવાઓ મળશે. ત્યારે એવા નીતિશ કુમારે હવે મોદીનો ભારોભાર વિરોધ શા માટે કર્યો ? એક રીતે જોતાં ટીવી મીડિયાએ ગઠબંધનના ભંગાણ માટે નીતિશ કુમારને જવાબદાર ઠેરવ્યા હતા.

આ બાબતની સ્પષ્ટતા આપવા માટે નીતિશ કુમારે પત્રકાર પરિષદ યોજીને એવો બચાવ કર્યો કે તેઓ ગુજરાત સરકારી કાર્યક્રમ માટે આવ્યા હતા. સરકારી કાર્યક્રમમાં જે તે સરકાર અને મુખ્યમંત્રીના વખાણ કરવાની એક પરંપરા રહી છે. નીતિશ કુમારે એવો આક્ષેપ પણ કર્યો કે ભાજપ હવે તેમના વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણી અને અટલજીને ભુલી ગયુ છે.. અટલજી મોદી અંગે શું ઇચ્છતા હતા તે સૌ કોઇ જાણે છે. ગુજરાતમાં ભાજપ અને જેડી(યુ) વચ્ચે કોઇ ગઠબંધન છે જ નહીં.