શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 27 ફેબ્રુઆરી 2014 (15:19 IST)

મોદી પર ખુર્શીદની ટિપ્પણીથી રાહુલ નારાજ

P.R
.

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સલમાન ખુર્શીદના નરેન્દ્ર મોદી પર આપેલ નિવેદનથી નારાજ છે. આજે રાહુલે મીડિયાના પ્રશ્નોના જવાબમાં કહ્યુ કે તેઓ સલમાનના નિવેદનનુ સમર્થન નથી કરતા. ખુર્શીદે ફરૂખાબાદમાં એક સભામાં ગુજરાત રમખાણો નિષ્ફળ ગયા હોવાનો આરોપ લગાવતા મોદીને નપુંસક કહ્યા હતા. ખુર્શીદના આ નિવેદન પર ભારે હંગામો મચ્યો હતો અને બીજેપીએ પણ જવાબી હુમલો બોલતા કહ્યુ તેમણે માફીની માંગ કરી હતી.

શુ હતો મામલો ?

ફરૂખાબાદમાં એક સભામાં કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદ એકવાર ફરી ભાષાની મર્યાદા ભૂલી ગયા. બીજેપીના પીએમ ઉમેદવાર નરેન્દ્ર મોદીની નિષ્ફળતાનો પ્રશ્ન ઉઠાવતા ખુર્શીદે કહ્યુ કે જ્યારે લોકો મરી રહ્યા હતા તો આપ તેમની રક્ષા નથી કરી શક્યા. નરેન્દ્ર મોદીનુ નામ લઈને ખુર્શીદે કહ્યુ કે તમારી એક મંત્રી માયા કોડનાની લોકોને મરાવી રહી હતી ત્યારે તમે શુ કરી રહ્યા હતા. તેમને તો સુપ્રીમ કોર્ટમાંથી ક્લીન ચિટ નથી મળી.

ખુર્શીદે કહ્યુ કે અમે તમારા પર લોકોની હત્યાનો આરોપ નથી લગાવી રહ્યા, પણ અમારો આરોપ છે કે તમે નપુંસક છો. તમે હત્યારાઓને રોકી ન શક્યા. પોલીસ અને કોર્ટની મદદથી તમે બચી નથી શકતા.