શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 23 સપ્ટેમ્બર 2008 (10:46 IST)

મોદી બ્લાસ્ટ રોકવામાં નિષ્ફળ કોંગ્રેસ

આતંકવાદ પર રાજનીતિ ગરમાઈ

કોંગ્રેસે મુખ્યંત્રી નરેન્દ્રભાઈ મોદી પર આરોપ લગાવ્યો છે કે જો તેમણે ગુપ્તચર તંત્રે આપેલી માહિતી પર કાર્ય કર્યું હોત તો અમદાવાદનાં બ્લાસ્ટ રોકી શકાયા હોત.

દિલ્હી બ્લાસ્ટ બાદ આતંકવાદને લઈને નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર શાબ્દીક હુમલાઓ તેજ કરી દીધા છે. તેમણે વડાપ્રધાન અને ગૃહમંત્રીને પણ નિશાન બનાવ્યા છે. અને, કોંગ્રેસ આતંકવાદ પ્રત્યે કુણુ વલણ ધરાવતી હોવાનું જણાવી રહ્યાં છે.

આ આક્ષેપનો કોંગ્રેસે જવાબ આપ્યો હતો. જેમાં કોંગ્રેસનાં પ્રવક્તા મનિષ તિવારીએ જણાવ્યું હતું કે ગુપ્તચર તંત્રે આપેલી માહિતી પર મોદીએ ગંભીરતાથી કામ કર્યું હોત તો અમદાવાદ અને જયપુર બ્લાસ્ટને રોકી શકાયા હોત. તિવારીએ જણાવ્યું હતું કે સિમીનાં નેતા સફદર નાગોરી અને આમિર પરવેઝની ધરપકડ બાદ પ્રાપ્ત મળેલી માહિતીમાં 16 જેટલાં આતંકવાદીઓનાં નામ બહાર આવ્યા હતાં.

આ આતંકવાદીઓનું લીસ્ટ ગુજરાતને સોંપવામાં આવ્યું હતું. જેનાં પર કાર્ય કરવા નરેન્દ્ર મોદીની સરકાર કામ કરવામાં નિષ્ફળ રહી છે. જેને કારણે અમદાવાદ અને જયપુરમાં બ્લાસ્ટ થયા અને, સેકડો લોકોએ જાન ગુમાવ્યા છે.