ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: મુંબઈ. , શુક્રવાર, 17 જાન્યુઆરી 2014 (11:41 IST)

મોદી લતા મંગેશકરના સૂરમાં સૂર પરોવશે

P.R


સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એક મંચ પર સાથે જોવા મળશે. આશા કરવામાં આવી રહી છે. એક આ વખતે લતા મંગેશકર મોદીની હાજરીમાં જાણીતુ દેશભક્તિ ગીત એ મેરે વતન કે લોગો... પણ ગાશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે આ વખતે 26મી જાન્યુઆરીના રોજ સુવર્ણ જયંત વર્ષને યાદગાર બનાવવાની તૈયારી ચાલી રહી છે.

એવુ કહેવાય રહ્યુ છે કે મુંબઈમાં 27 જાન્યુઆરીના રોજ લગભગ એક લાખ લોકો આ ગીત એક સાથે ગાશે. આ પ્રસંગે લતા મંગેશકર પણ હાજર રહેશે. ભાજપાના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આ પ્રસંગે લતાને સન્માનિત કરશે. મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સમાં આયોજીત થનાર આ કાર્યક્રમનું આયોજન શહીદ ગૌરવ સમિતિ કરી રહી છે.

આ પ્રસગે લતા મંગેશકરની સાથે જંગના નાયકો અને તેમના પરિવારના લોકોને પણ સન્માનિત કરવામાં આવશે. લતાએ 27 જાન્યુઆરી 1963માં પહેલીવાર એ મેરે વતન કે લોગો .. ગાયુ, તો દેશના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહર લાલ નેહરુ સહિત અનેક લોકોની આંખો ભરાય ગઈ હતી, ગીત જાણીતા કવિ પ્રદીપે લખ્યુ હતુ.

કાર્યક્રમ સાથે જોડાયેલ વૈભવ લોઢાએ ગુરૂવારે કહ્યુ કે એક લાખથી વધુ લોકોની સાથે લતાજી પણ તેમની સાથે આ ગીતને પણ ગાઈ શકે છે. તેમણે જણાવ્યુ કે આયોજનમાં પરમવીર ચક્ર, મહાવીર ચક્ર અને અન્ય વીરતા પુરસ્કારોથી સન્માનિત 100થી વધુ સૈનિકો અને શહીદોનુ પરિજન પણ હાજર રહેશે.