ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

મોદી સમર્થક છે સલમાન, ન જોશો તેની ફિલ્મ 'જય હો' - ઓવેસી

P.R
.

આંધ્રપ્રદેશના રાજનીતિક દળ ઓલ ઈંડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસલમીન (એઆઈએમઆઈએમ) એ પોતાના સમર્થક સાથે સલમાનની ફિલ્મ 'જય હો' ન જોવાની અપીલ કરી છે. હૈદરાબાદના સાંસદ અને એઆઈએમઆઈએમ અધ્યક્ષ અસુદુદ્દીન ઓવૈસીએ આ ફિલ્મનો વિરોધ કરવાનુ ફરમાન રજૂ કર્યુ છે. તેમણે કહ્યુ કે સલમાન મોદી સમર્થક છે. તેથી તેમની ફિલ્મ ન જોવામાં આવે. આ વર્ષની મોટી ફિલ્મ માનવામાં આવતી 'જય હો' શુક્રવારે રજૂ થઈ રહી છે. નારાજ ઓવૈસીએ સલમાન પર નિશાન સાધતા કહ્યુ કે તે ફક્ત નાચનારો અને ગાનારો અભિનેતા છે. તેઓ ક્યારેય સલમાન ખાનને મુસ્લિમ નથી માનતા. ઓવૈસીએ કહ્યુ કે તેમની પાર્ટીનુ ચૂંટણી ચિન્હ પતંગ છે અને તેઓ હૈદરાબાદથી જ મોદી અને સલમાન ખાનની પતંગબાજીની દોર કાપી શકે છે.

ઓવૈસીએ પાર્ટી કાર્યકર્તાઓને કહ્યુ કે તેઓ સલમાન ખાનએ લઈને પોતાનુ વલણ બદલીને 'મૈને પ્યાર કિયા'ને બદલે 'મૈને પ્યાર ક્યો કિયા'? કરી લે. ઓવૈસીએ પાર્ટીની બેઠકમાં કહ્યુ કે દર્શકો સલમાનના 'વિચિત્રપણા'ને ન જોવો જોઈએ. ઓવૈસીએ મોદીને હત્યારા અને જુલ્મી પણ કહ્યા.

સલમાને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને 'ગુડ મેન' બતાવ્યા હતા. તેઓ મકરસંક્રાંતિના દિવસે 'જય હો'ના પ્રમોશન માટે અમદાવાદ ગયા હતા. મોદી સાથે લંચ કરવા અને પતંગ ઉડાવ્યા બાદ તેમણે કહ્યુ કે મોદી 'ગુડ મેન' છે. ત્યારબાદ અનેક સંગઠનોએ તેમની આલોચના કરી હતી, તેમ છતા ગયા અઠવાડિયે મોદીએ એક ટીવી શો માં કહ્યુ કે મોદીને જ્યારે કોર્ટે મુક્ત કર્યા છે તો તેમણે ગુજરાત રમખાણોને લઈને માફી માંગવાની જરૂર નથી.