મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 22 એપ્રિલ 2015 (14:17 IST)

મોદી સરકાર ઉદ્યોગપતિઓને ઈંટરનેટ વેંચી દેવા માંગે છે - રાહુલ

વિદેશથી પરત ફરી અચાનક આક્રમક રૂપ ધારણ કરનારા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત સંસદમાં એક મુદ્દો ઉઠાવ્યો. જમીન સંપાદન બાદ રાહુલે આ વખતે મુદ્દો ઉઠાવ્યો નેટ ન્યૂટ્રેલિટીનો. રાહુલ ગાંધીએ સંસદમાં સરકાર પર આરોપ લગાવ્યો કે મોદી સરકાર ઈંટરનેટને પણ કોર્પોરેટ ગૃહનો વેંચી રહી છે. વાસ્તવમાં ઈંટરનેટ પર આખા દેશના યુવાઓનો અધિકાર છે. 
રાહુલ ગાંધીએ કહ્યુ કે રોજગાર અને ભોજનના અધિકારની વાત થાય છે તેવી જ રીતે નેટ-ન્યૂટ્રેલિટીનો અર્થ છે દરેક યુવાનને ઈંટરનેટનો  અધિકાર. મોદી સરકાર ઈંટરનેટને પણ મોટા મોટા ઉદ્યોગપતિઓને વેંચી દેવા માંગે છે.  આશરે દસ લાખ લોકોએ આની વિરુદ્ધમાં અપીલ કરી છે. રાહુલ ગાંધીએ સરકારને અપીલ કરી છે કે નેટ ન્યૂટ્રેલિટી માટે કાં તો કાયદામાં પરિવર્તન અથવા કાયદામાં સંશોધન કરે. 
 
રાહુલ ગાંધીના આ પ્રસ્તાવ પર સરકારે તરત જ સ્પષ્ટતા કરી. સરકાર વતી રવિશંકર પ્રસાદે સંસદમાં કહ્યુ કે કેન્દ્ર સરકાર નેટ ન્યૂટ્રેલિટીને લઈને ગંભીર છે.  દેશમાં નેટનું ભવિષ્ય સુરક્ષિત છે. સાથે જ રવિશંકર પ્રસાદે આક્રોશ સાથે કહ્યુ કે મોદી સરકાર કોર્પોરેટના દબાણમાં આવતી નથી અને આવશે પણ નહી ટ્રાઈને સુઝાવ દેવાનો અધિકાર છે. પરંતુ નિર્ણય લેવાનો અધિકાર મોદી અને રવિશંકર પ્રસાદને છે. મોદી સરકાર ઈચ્છે છે કે 125 કરોડ લોકો પાસે ઈંટરનેટ હોય.