શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

મોદીએ ગડકરીને મોકલ્યુ હતુ પોતાનું રાજીનામુ

P.R
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મુંબઈમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં સામેલ થતા પહેલા પાર્ટી અધ્યક્ષ નીતિન ગડકરીને બ્લેકમેલ કરતા તેમને એક્ઝિક્યુટિવ કમિટિમાંથી પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું. એક અખબારના જણાવ્યા અનુસાર 23 મેના રોજ મોકલવામાં આવેલા રાજીનામાંમાં મોદીએ કહ્યું હતું કે સંજય જોશીને બહાર કરવામાં આવે અથવા તો તે પોતે બહાર થઈ જશે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય કારોબારીમાંથી સંજય જોષીએ રાજીનામું આપ્યા બાદ નરેન્દ્ર મોદી બેઠકમાં હાજર થયા હતા.

આવી રીતે થયા સંજય જોષી બહાર

મોદીના રાજીનામાંથી પક્ષમાં હડકંપ મચી ગયો હતો. નીતિન ગડકરીએ રાષ્ટ્રીય કારોબારીની બેઠક પહેલા દિલ્હીમાં પક્ષના ટોચના નેતાઓની ઈમરજન્સી મિટિંગ બોલાવી હતી. બેઠકમાં પક્ષના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પણ સામેલ હતા. જોશીને નિર્ણય અંગે જણાવવામાં આવ્યું હતું. જોશીએ સંઘના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ રાષ્ટ્રીય કારોબારીમાંથી રાજીનામું ધરી દીધું હતું.

ટ્રેનની જગ્યાએ પ્લેનથી કરવો પડ્યો જોશીને પ્રવાસ

મોદીના દબાણને કારણે સંજય જોશીને ટ્રેનની જગ્યાએ પ્લેનથી જ દિલ્હી જવું પડ્યું હતું. રવિવારે મોદીએ ગડકરીને જન્મદિનની વધામણી આપવા ફોન કર્યો હતો. આ દરમિયાન મોદીએ ગડકરીને કહ્યું હતું જોશીને ટ્રેનની જગ્યાએ પ્લેન દ્વારા મોકલવામાં આવે. વાસ્તવમાં ભાજપ નેતૃત્વએ પાર્ટીના કાર્યકર્તાઓને કહ્યું હતું કે ટ્રેન દ્વારા પ્રવાસ દરમિયાન જોશીનું ઠેકઠેકાણે સ્વાગત કરવામાં આવે. મોદીને જેવા આ અહેવાલ મળ્યા હતા કે તેઓ ભડક્યા હતા અને જોશીને પ્લેન દ્વારા પ્રવાસ કરાવવાની ગોઠવણ કરી હતી.

ગડકરીની નજીક છે સંજય જોશી

જોશીએ એમ કહીને રાષ્ટ્રીય કારોબારીમાંથી રાજીનામું આપ્યું હતું કે તેઓ નથી ઈચ્છતા કે તેમને કારણે પક્ષમાં કોઈ તિરાડ પડે. સંજય જોશી ગડકરીના પણ નજીકના મનાય છે. ગડકરી અધ્યક્ષ બનતા જ જોશીને પાર્ટીમાં લાવ્યા હતા અને તેમને યુપીના પ્રભારી પણ બનાવી દેવાયા હતા. જોશીની પક્ષમાં રી-એન્ટ્રી થતા મોદી નારાજ થઈ ગયા હતા. તેમણે ગડકરીના કહેવા છતાં પણ યુપી વિધાનસભાની ચૂંટણી દરમિયાન પ્રચારમાં જવાનો ઈનકાર કરી દીધો હતો.