શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 28 ડિસેમ્બર 2013 (00:23 IST)

મોદીએ રમખાણો દરમિયાનું પોતાનુ દુખ વ્યક્ત કર્યુ - એવો સમય કોઈ રાજ્યમાં ન આવે

P.R
ગુજરાત રમખાણ મામલે કોર્ટના આવેલા ચુકાદા બાદ ભાજપ પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી છે. તે આ ચુકાદાથી શાંતિ અનુભવી રહ્યાં છે. મોદીએ આ ચુકાદા અંગે પોતાના વિચાર વ્યક્ત કરતા બ્લોગમાં લખ્યું છેકે કાનૂનની સામે માત્ર સત્યની જીત થાય છે. ગુજરાત રમખાણે તેમને અંદરથી હલાવી દીધા હતાં. હિંસાને અમુક લોકોએ અંજામ આપ્યો જેના કારણે તેમણે વ્યક્તિગત રૂપે ઘણી પીડાઓ પહોંચી હતી.

મોદીએ લખ્યું છેકે સૌથી વધારે દુખ ત્યારે થયું જ્યારે મારા પોતાના લોકોએ જ મારી ઉપર ગંભીર આરોપ લગાવ્યાં. કોર્ટનો ચુકાદો મારી માટે જીત કે હાર નથી. આ ગુજરાતના લોકોની એકતાની જીત છે.નરેન્દ્ર મોદીએ લખ્યું છેકે પહેલા ભૂંકપ અને પછી રમખાણોના કારણે તેઓ અંદરથી હચમચી ગયા હતાં. તે અમાનવીય અહેસાસથી જે દુખ પ્રગટ થયું તે શબ્દોથી ન બતાવી શકાય.મોદીએ લખ્યું છેકે રમખાણો પછી તેમણે વારંવાર કહ્યું કે શાંતિ, સંયમ અને ન્યાય જરૂરી છે અને તેની માટે તે કામ કરતા રહેશે. તેમ છતાં તેમની ઉપર આરોપ લાગ્યાં તે ઘણાં પીડજનક હતાં.

કોઈના જીવનમા આવો સમય ન આવે ૰ મોદીએ લખ્યુ કે એ મુશ્કેલીના દિવસોમાં હુ શાસ્ત્રોમાંથી પ્રેરણા લેતો હતો જેમા બતાવાયુ ચે કે સત્તામાં બેસેલા લોકોને પોતાની વ્યક્તિગત પીડા વ્યક્ત કરવાનો અધિકાર નથી તેમણે બધુ એકલા હાથે જ સહન કરવાનુ હોય છ્એ મે એ સમય દરમિયાન એ જ પીડા સહન . આજે જ્યારે પણ એ સમયને યાદ કરુ છ્ઉ તો ઈશ્વરને પ્રાર્થના કરુ છ્ઉ કે કોઈ પણ સમાજ રાજ્ય અને દેશના જીવનમા આવો ક્રુર અને દુર્ભાગ્ય્પુર્ણ સમય ન આવે

મોદીના મતે આ ચુકાદાથી બાર વર્ષથી ગુજરાતની થઈ રહેલી અગ્નિપરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે. હવે તે આઝાદ છે અને શાંતિનો અનુભવ કરી રહ્યાં છે.