શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

મોદીએ હજુ ઘણા ઝટકા ખાવાના છે - દિગ્વિજય

P.R
ગુજરાત હાઇકોર્ટે રાજ્યપાલે કરેલી લોકાયુક્તની નિમણુંકને યોગ્ય ઠેરવતાં કોંગ્રેસે હાઇકોર્ટના ચુકાદાને આવકાર્યો છે. કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજયસિંહે આ અંગે પ્રસન્નતા વ્યક્ત કરતાં કહ્યું કે "મોદીને લાગેલા ઝટકાની આ તો હજુ શરૂઆત છે, હજુ મોદીને અનેક ઝટકા લાગવાના છે."

નરેન્દ્ર મોદી અને ભાજપ પર પ્રહાર કરતાં કોંગ્રેસના મહાસચિવે કહ્યું કે "મોદી ભ્રષ્ટાચારને દબાવવા માંગે છે. મોદી તો ભાજપના નાયક બન્યા છે અને એટલે જ ભાજપે અને મોદીએ ભેગા મળીને લોકાયુક્તની નિમણુંક થવા દીધી નહતી. આટલા વર્ષો બાદ હવે ગુજરાતમાં લોકાયુક્તની નિમણુંક થશે તે આવકારવાલાયક વાત છે."

અણ્ણા હજારે અંગે દિગ્વિજયસિંહે કહ્યું કે "અણ્ણાને ગુજરાતમાં ક્યાંય ભ્રષ્ટાચાર દેખાતો નથી. અણ્ણાએ ગુજરાતમાં ઉપવાસ ન કર્યા. બાબા રામદેવ, અન્ના અને શ્રી શ્રી રવિશંકર સંઘ અને ભાજપના ઇશારે કામ કરી રહ્યા છે."