ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 20 ફેબ્રુઆરી 2015 (11:54 IST)

મોદીના કારણે મુલાયમના પૌત્રની સગાઈ મુશ્કેલીમાં !!

મુલાયમના પૌત્ર અને મૈનપુરીના સાંસદ તેજ પ્રતાપ સિંહ યાદવના તિલકોત્સવમાં પ્રધાનમંત્રીના આવવાની સૂચનાએ મુલાયમના મહેમાનોની પરેશાની વધારી દીધી છે. સપા મુખિયાના મોટાભાગના વીવીઆઈપી મેહમાન પ્લેન દ્વારા આવશે. જ્યારે કે સૈફઈમાં ડેરો જમાવી રહેલ પ્રધાનમંત્રીની સુરક્ષા એજંસી હાલ સૈફઈને નો ફ્લાય ઝોન જાહેર કરી દીધો છે. પીએમના આવવાના એક કલાક પહેલા અને તેમના રોકાતા સુધી સૈફઈ હવાઈ પટ્ટી પર કોઈ અન્ય વિમાનની લેંડિગની અનુમતિ નહી મળે. સરકાર પાસે લેંડિગની અનુમતિ માટે તમામ વીવીઆઈપીને પત્ર આવી રહ્યાઅ છે અને લાચાર પ્રશાસન અનુમતિ નથી આપી શકતુ. 
 
સપા મુખિયા મુલાયમ સિંહ યાદવના પૌત્ર તેજુની લગ્નના બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવની પુત્રી રાજલક્ષ્મી સાથે થઈ રહી છે. 21 ફેબ્રુઆરીના રોજ સપા મુખિયાના પૈતૃક સૈફઈમાં તિલકોત્સવ છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી.. પીએમ નરેન્દ્ર મોદી.. કોંગ્રેસની રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી. રાહુલ ગાંધી સહિત દેશભરના મુખ્ય નેતાઓ.. બોલીવુદ સ્ટાર અને કોર્પોરેટ જગતની હસિયોને આમંત્રણ મોકલવામાં આવ્યુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષા એજંસી એસપીજી સૈફઈ પહૉંચી ચુકી છે. ટીમ હવાઈ પટ્ટી અને કાર્યક્રમ સ્થળ સુધી આવવા જવાનો રસ્તો તૈયાર કરી રહી છે. 
 
 
વિશેષ વાત એ છે કે સપા મુખિયાના મોટાભાગના વીઆઈપી મેહમાન ચાર્ટર્ડ પ્લેન અને હેલીકોપ્ટૅર દ્વારા સૈફઈ પહોંચશે. ખુદ બિહારના પૂર્વ  મુખ્યમંત્રી લાલુ પ્રસાદના તમામ પરિવારીજન અને મહેમાન પ્લેન અને હેલીકોપ્ટર દ્વરા સૈફઈ પહોંચશે. બીજી બાજુ પ્રધાનમંત્રીની સુરાક્ષા એજંસીએ પીએમના હાજર રહેતા સુધી સૈફઈને નો ફ્લાઈઝોન જાહેર કરી દીધુ છે. સુરક્ષા એજંસીના આ નિર્ણય પછી મુલાયમના વીવીઆઈપી મેહમાન પરેશાન છે. સિટી મેજીસ્ટ્રેટ ઈશ્વરચંદ્રએ જણાવ્યુ કે નિયમાનુસાર પ્રધાનમંત્રીના આગમનના એક કલાક પહેલા અને એક કલાક પછી કોઈપણ પ્લેનના લૈંડિંગની અનુમતિ નથી.