ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: મંગળવાર, 16 જુલાઈ 2013 (12:23 IST)

મોદીની કિમંત પાંચ રૂપિયાની જ છે, મનીષ તિવારીનું મોદી પર નિશાન

P.R
નરેન્દ્ર મોદીની હૈદરાબાદ રેલીમાં ડેલિગેટ્સથી ઉત્તરાખંડ રાહત માટે પાંચ રૂપિયાની ટિકિટ પર કોંગ્રેસે ટિપ્પણી કરી છે કે તેનાથી ગુજરાતના સીએમની કિમંતની જાણ થાય છે. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી મનીષ તિવારીએ મંગળવારે સવારે ટ્વીટ કર્યુ કે બજારે સીએમની અસલી કિમંત જાણી લીધી છે. મનીષે ત્યારબાદ ફરી એક ટ્વીટ કર્યુ અને તેનાથી બીજેપી દ્વારા લેવામાં આવેલ આ ટેક્સને લીસનિંગ ટેક્સ તરીકે ઓળખાવ્યો.

મનીષે પહેલા ટ્વીટમાં લખ્યુ કે બાબાઓના પ્રંબધન સાંભળવા માટે એક લાખથી લઈને 100 રૂપિયા સુધીની રેંજમાં પૈસા ચુકવવા પર ટિકિટ મળે છે. બોક્સ ઓફિસ પર ફ્લોપ ફિલ્મો માટે પણ 200થી 500 રૂપિયા સુધી આપવા પડે છે, પણ એક સીએમને સાંભળવા માટેની ટિકિટ ફક્ત પાંચ રૂપિયા મળી રહી છે. બજારે મોદીની અસલી કિમંત જાણી જ લીધી.

બીજા ટ્વીટમાં મનીષે લખ્યુ કે જો બીજેપી સાંભળવાનો ટેક્સ પાંચ રૂપિયા પ્રતિ વ્યક્તિ લઈ રહી છે તો 120 કરોડ હિન્દુસ્તાનીઓના બોલવા પર તેમની પાસેથી કેટલી ટિકિટ વસૂલશે. મનીષે મોદી અને બીજેપીને ફાંસીવાદી કરાર આપતા લખ્યુ કે આ રીતે ડેમોક્રેસીને પૈસાથી માપવુ ફાંસીવાદીની હરકત છે.