શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 10 જૂન 2013 (14:45 IST)

મોદીની નિમણૂંકથી નારાજ અડવાણીએ આપ્યુ રાજીનામુ

P.R
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તલ્ખી કમ થવાનું નામ નથી લઈ રહી. મોદીની બીજેપી ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવવાના બીજા જ દિવસે અડવાણીએ બીજેપી રાષ્ટ્રીય કાર્યકારિણી, ચૂંટણી સમિતિ અને સંસદીય બોર્ડ પરથી રાજીનામુ આપી દીધુ છે. અડવાણીએ આ પદો પરથી રાજીનામુ આપતા પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહના નામે ચિઠ્ઠી લખી છે. આ ચિઠ્ઠીમાં અડવાણીની નારાજગી જાહેર કરી થઈ રહી છે. અડવાણીએ કહ્યુ છે કે પાર્ટીમાં વ્યક્તિ વિશેષનું મહત્વ વધતુ જઈ રહ્યુ છે, જે પાર્ટીના નિયમો વિરુદ્ધ છે, અને હવે તેઓ માત્ર ભાજપનાં પ્રાથમિક સભ્ય પદે છે. તેઓ એનડીએનાં ચેરમેન પદે યથાવત્ રહેશે.

નોંધનીય છે કે ગોવા કારોબારીમાં પણ લાલકૃષ્ણ અડવાણીએ હાજરી આપી ન હતી. અને તેઓ નરેન્દ્ર મોદીને પ્રચાર સમિતીનાં પ્રમુખ બનાવાય તેના વિરોધમાં હતા. જો કે ભાજપનો એક વર્ગ નરેન્દ્ર મોદીને ચૂંટણી પ્રચાર સમિતીનાં પ્રમુખ બનાવવામાં સફળ થયો. ત્યારે આજે ભાજપનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ તમામ પદ પરથી રાજીનામું આપી દેતા રાજનીતિ ગરમાઇ છે.