ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 26 ફેબ્રુઆરી 2014 (13:23 IST)

મોદીને 'નપુંસક' ના કહુ તો શુ કહુ હત્યારો - સલમાન ખુર્શીદ

P.R
વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે મોદીને નપુંસક કહ્યા હતા. જેના પર હવે તેમની આલોચના શરૂ થઈ તો તેમણે એક પગલુ આગળ વધતા કહ્યુ કે તેઓ મોદીન નપુંસક ન કહે તો શુ કહે ? ખુર્શીદે આ નિવેદન પર કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહે પણ તાલમાં તાલ મિલાવી દીધી. તેમણે કહ્યુ કે ખુર્શીદ ક્યારેય ખોટુ નથી બોલતા.

ખુર્શીદે એક ખાનગી ચેનલ સાથેની પોતાની વાતચીતમાં કહ્યુ કે 'મને બતાવી દો કયા શબ્દનો પ્રયોગ કરુ, કોઈ હત્યારો કહે છે, મેં નથી કહ્યુ તેઓ ઈચ્છે છે કે કહુ. મારુ એ માનવુ છે કે જેને લઈને અમે કહી શકીએ કે મોદીજીની વ્યક્તિગત જવાબદારી છે. તેમની જે જવાબદારી હતી તેના સંદર્ભમાં તેમને જવાબ આપવો પડશે.

તેઓ બોલ્યા કે 'મોદીના સીએમ પદ પર રહેવા દરમિયાન ગુજરાતમાં જે ઘટનાઓ બની, ભલે પછી એ ગોધરા ઘટના હોય કે પછી ત્યારબાદની. તેમની જવાબદારીનો તેઓ સ્વીકાર કરે. અથવા તો પછી કહી દે કે તેઓ નિ:સહાય થઈ ગયા છે. કશુ નથી કરી શક્યા તો એ માટે કયો શબ્દ છે. આનાથી સારો શબ્દ કોઈ હોય તો એ બતાવો. એ શબ્દનો પ્રયોગ કર્યો છે જે હિંન્દી ભાષામાં રોજ ઉપયોગમાં લેવામાં આવે છે.

વિદેશ મંત્રીએ પોતાના શબ્દોનો બચાવ કરતા કહ્યુ કે તેમણે એક સામાન્ય શબ્દનો પ્રયોગ કર્યો છે, પણ જો બીજેપીના નેતા તેને ખોટો મતલબ કાઢે છે તો તે જાણે. ખુર્શીદે કહ્યુ, 'જો તેઓ કોઈ વધુ સંદર્ભ આપી રહ્યા છે તો તેઓ માફી માંગે. તપસ કરાવે આ અંગે.. બીજેપીન નેતા જાણતા હશે. તેમણે મોદીજી વિશે શુ વિચાર્યુ અને સમજ્યુ છે. જો તેમના વિચાર આવા છેૢ જેના પર માફી માંગવી જોઈએ, તો તેમણે માંગવી જોઈએ.

સલમાન ખુર્શીદે પ્રશ્ન કર્યો કે બીજેપીના નેતા જ્યારે તેમના વિરુદ્ધ ખોટી ભાષાનો પ્રયોગ કરે છે તો પૂછતા નથી તો હવે કેમ તકલીફ થઈ રહી છે. આ વાતનો નિર્ણય તેઓ જ કરે કે જેઓ તેમને હત્યારો કહે છે એ યોગ્ય છે કે પછી જેઓ નપુંસક કહે છે એ યોગ્ય છે.