શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: મુંબઈ , શુક્રવાર, 26 જુલાઈ 2013 (14:43 IST)

મોદીને લઈને કોંગ્રેસીઓમાં આટલો ફફડાટ કેમ ? ઉદ્ધવ ઠાકરે

:
P.R
મોદીના વીઝાને લઈને મોદી હજુ કશુ નથી બોલી રહ્યા પણ અનેક લોકો આ અંગે નિવેદનો આપી રહ્યા છે. કોંગ્રેસના સાંસદોએ તો ઓબામાને ચિઠ્ઠી પણ લખી નાખી છે. આ બધાના જવાબ રૂપે હવે શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ તીર છોડ્યુ છે.

શિવસેનાના મુખપત્ર ‘સામના’ના સંપાદકીયમાં ઉદ્ધવે મોદીના મુદ્દે કોંગ્રેસ પર હુમલો કર્યો છે. તેમણે મોદીને વિઝા અંગેના તાજેતરના વિવાદ માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી છે. મોદીના વિરોધને દેશનો આંતરીક મામલો ગણાવી તેમાં અમેરીકાને ઘસડીને મફતનો તમાશો કરવાની કોંગ્રેસની કોશિશ હોવાનું તેમણે લખ્યુ છે.

ઉદ્ધવ ઠાકરેએ પોતાના સંપાદકીયમાં અમેરીકાની ઝાટકણી કાઢી છે. તેમણે કહ્યુ હતુ કે અમેરીકા અલગતાવાદીઓને પણ વિઝા આપે છે પણ મોદી માટે તેમનું વલણ અલગ છે. મોદી ગુજરાતના મુખ્યમંત્રી છે કોઈ આતંકવાદી સંગઠનના વડા નથી. તેમણે લખ્યુ છે કે ઢોંગી કોંગ્રેસીઓએ આ રાજકીય ડ્રામા શરૂ કર્યો છે.

ઉદ્ધવ ઠાકરે એ લખ્યુ છે કે આપણા દેશમાં ફિરંગીઓનો જેટલો વિરોધ નથી થયો એટલો વધુ વિરોધ નરેન્દ્ર મોદીનો થઈ રહ્યો છે. મોદી ભારતના એક મોટા રાજકીય પક્ષના નેતા છે અને લોકોએ નિયુક્ત કરેલા એક રાજ્યના મુખ્યમંત્રી છે, તેઓ અલકાયદા, તાલિબાન જેવા આતંકવાદી સંગઠનોના પ્રમુખ નથી. શુ તેઓ મોદીની રાષ્ટ્રીય લોકપ્રિયતા પછી આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતા ન થઈ જાય એવુ સમજીને ગભરાય રહ્યા છે ?