શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

મોદીનો કેજરીવાલ પર હુમલો, બોલ્યા કેજરીવાલ પાકિસ્તાનના એજંટ છે

આપની વેબસાઈટ પર કાશ્મીરનો નકશો પાકિસ્તાનમાં

P.R

જમ્મૂ :બીજેપીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ આજે પોતાના નવા ચૂંટણી અભિયાનની શરૂઆત જમ્મુથી કરી. જમ્મુના હીરાનગરમાં રેલી દરમિયાન મોદીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર જોરદાર હુમલો બોલ્યો. મોદીએ નામ લીધા વગર આપ નેતા અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત ભૂષણને પણ નિશાન પર લીધા. જેનુ કારણ એ છે કે આપની વેબસાઈટ પર કાશ્મીરનો નકશો પાકિસ્તાનમાં બતાવ્યો છે.

મોદીએ પોતાના ભાષણની શરૂઆત કરતા કહ્યુ કે તમારો પ્રેમ મને તાકત આપશે. તમે મને જે પ્રેમ આપી રહ્યા છો તેને હુ વ્યાજ સહિત વિકાસ કરીને પરત આપીશ. હુ નથી જાણતો કે મીડિયાનુ આના પર ધ્યાન જશે કે નહી. આજે બીજેપીમાં પૂર્વ આઈજી ફારૂખ ખાનજીએ પ્રવેશ કર્યો છે. મારા મિત્ર ખાલિદ જહાંગીરે પણ બીજેપીમાં પ્રવેશ કર્યો છે. તેમનુ ખૂબ આત્મીયતાથી સ્વાગત છે.

આતંકવાદ મુદ્દે બોલતા તેમણે કહ્યું કે વિકાસ વગર આતંકવાદનો કોઈ ઉકેલ નથી. આંતકવાદ સામે આપણે ભેગા મળીને લડવાનું છે. 30 વર્ષથી જમ્મુ કાશ્મીર લોહી લુહાણ થયું છે. ત્રાસવાદીઓએ માણસોને નથી માર્યા કશ્મીરીયતને મારી છે. સીમા પર ઈન્સાનીયત હુમલા થાય છે. કાશ્મીર અંગે વાજપાઈએ બતાવેલા રસ્તા પર આગળ વધીશું.

રાહુલ ગાંધીને આડેહાથે લેતા કહ્યું કે તમારી સોચને વધારે સહન કરવાની તાકાત દેશમાં બચી નથી. અટલ બિહારી બાજપાઈનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમણે કશ્મીરના યુવાનોમાં એક વિશ્વાસ પેદા કર્યો હતો.કેજરીવાલ પર નિશાન તાકતા તેમણે કેજરીવલાને પાકિસ્તાનના એજન્ટ ગણાવ્યાં. એકે 47, એકે એન્ટોની, એકે(49) કેજરીવાલની સરખામણી કરતા વ્યંગ કરતા નિશાને લીધાં.

ગરીબ કલ્યાણનો ઉપાય એક માત્ર ભાજપ ગણાવ્યો

દેશને ભાઈચારો સદ્દભાવના જોઈએ.

સેક્યુલારિઝમના નામે વિપક્ષ દેશને ગુમરાહ કરે છે.

કોંગ્રેસમાં તેમના પાપનો હિસાબ આપવાની હિંમત નથી.

પરિવારવાદ, વંશવાદ લોકશાહી માટે કલંક છે.

વશંવાદ નામે ચોઢી પેઢીએ એશ કરી રહી છે.

ભારતનું કલ્યાણ ઈચ્છનારી એક માત્ર પાર્ટી ભાજપ બચી છે.

આજે હું શહીદોની ધરતી પર આવ્યો છું.

મોંઘવારી અને કુશાસન સામે વિજય મેળવવાનો છે.

બુરાઈઓ પર ભારતે વિજય મેળવવાનો છે.

વિકાસ અને રોજગાર કોંગ્રેસમાં અનફીટ છે.