ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: કાંકેર , શુક્રવાર, 8 નવેમ્બર 2013 (11:19 IST)

મોદીનો કોંગ્રેસ પર પ્રહાર, સોનિયા મેડમ કૌભાંડો વિશે કેમ કશુ બોલતા નથી ?

P.R
: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી છત્તીસગઢના જગદલપુર પછી કાંકેર ખાતે એક રેલીને સંબોધી હતી. જેમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. કાંકરે રેલીને સંબોધવા જ્યારે મોદી પહોંચ્યા ત્યારે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીનું કોંડાગાંવ ખાતેની રેલીનું સંબોધન પુરૂ થઇ ગયું હતું.

આજે 7મી નવેમ્બરે છત્તીસગઢ ખાતેની કાંકેર ખાતેની પોતાની બીજી રેલીમાં મોદીએ કોંગ્રેસ સહિત પક્ષના અધ્યક્ષા સોનિયા ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ 2જી તથા કોલ કૌભાંડનો લઇને સોનિયા ગાંધી પર પ્રહાર કર્યા હતા. તેમણે રેલીમાં કહ્યું કે મેડમ પણ આજે છત્તીસગઢમાં હતા. મેડમે રેલીમાં કહ્યું કે અમારી પાર્ટી કાંઇ બોલતી નથી પરંતુ કરીને બતાવે છે. સોનિયા ગાંધીના આ નિવેદન પર તીખી પ્રતિક્રિયા કરતાં મોદીએ કહ્યું કે કોલ (કોલસા) કૌભાંડ અંગે બોલ્યા હતા? 2જી અંગે બોલ્યા હતા? મેડમ તમે બોલ્યા વગર જ બધુ કરો છો.

ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને આડે હાથ લેતા કહ્યું કે તમે જે બોલો છો તે કરતા નથી. 100 દિવસમાં મોંઘવારી ઘટાડવાનું વચન આપ્યું હતું તે હજુ પણ પુરૂ કર્યું નથી. પરંતુ દેશની જનતા હવે સમજદાર થઇ ગઇ છે. પહેલા અમારા પૂર્વજો તમારા જુઠાણાને માની લેતા હતા. પરંતુ હવે દેશના યુવાન વર્ગ જાગી ગયો છે. તમારા ખોટા વચનો અને ખોટો પ્રચાર દેશ સ્વીકાર કરશે નહી. મહેરબાની કરીને છત્તીસગઢની જનતાની આંખોમાં ધૂળ નાંખવાનું બંધ કરી દો. તેમણે રેલીમાં કહ્યું કે હું ગુજરાતમાં રહું કે દિલ્હીમાં તમને પડતી તકલીફોને હું ઓળખી લઇશ. અહીંયા દરેક નાગરિકોના હૃદયમાં કમળ છે. રેલીમાં છત્તીસગઢના મુખ્યમંત્રીના કાર્યની પ્રશંસા પણ કરી હતી.