શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: દિલ્હી , બુધવાર, 5 ઑગસ્ટ 2009 (12:49 IST)

યુનિયનમાં જોડાતાં પાયલોટની હકાલપટ્ટી

જેટ એરવેજે નેશનલ એવિએટર્સ ગીલ્ડમાં સામેલ થવા બદલ તેના પાયલોટો પૈકી બેની હકાલપટ્ટી કરી દીધી છે. કેપ્ટન બલરામન અને કેપ્ટન સામ થોમસને માર્ચીંગ ઓર્ડેર આપી દેવામાં આવ્યા છે.

હાલમાં જ રચવામાં આવેલા યુનિયનમાં સામેલ થવાની સજા આ બે પાયલોટને આપવામાં આવી છે. વિશ્વસનિય સૂત્રોએ જણાવ્યું છે કે આ બંને પાયલોટોને યુનિયનના 600 સભ્યોનો ટેકો મળ્યો છે. યુનિયન બલરામન અને થોમસને ફરી નોકરી પર રાખવા જોરદાર પ્રયાસમાં વ્યસ્ત છે. એવી ધમકી પણ આપવામાં આવી છે કે જો આ બંને પાયલોટોને ફરી લેવામાં નહીં આવે તો મેનેજમેન્ટ સાથે સંઘર્ષમાં ઉતરવામાં આવશે.

એક અગ્રણી ટીવી ચેનલ સાથેની વાતચીતમાં જેટના કર્મચારીઓ આ હકાલપટ્ટીના મામલે હડતાળ પર ઉતરી જવાનો પણ ઇન્કાર કર્યો નથી. નવેમ્બર 2008માં જેટે ખર્ચમાં કાપ મુકવાના હેતુસર 32 વિદેશી પાયલોટોની હકાલપટ્ટી કરી દીધી હતી. નવેસરનો મામલો વિવાદ જગાવે તેવી શકયતા છે.