શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 17 ઑક્ટોબર 2013 (11:57 IST)

યુપી બિહારમાં ચાલશે મોદીનો જાદુ, પણ દિલ્હી દૂર - સર્વે

P.R


વર્ષ 2014માં થનાર લોકસભા ચુંટણીમાં ક્ષેત્રીય પાર્ટીઓ મુખ્ય ભૂમિકા ભજવવા જઈ રહી છે. 543 સભ્યની લોકસભામાં ક્ષેત્રીય પાર્ટીઓને ઓછામાં ઓછા 240 સીટો મળશે અને સરકાર બનાવવામાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. બીજેપીના પીએમ ઉમેદવાર નરેન્દ્ર મોદી પણ પાર્ટીની નૈયા પાર નહી લગાવી શકે. તેમને પીએમ બનવા માટે ક્ષેત્રીય પાર્ટીયોની મદદ લેવી પડશે. એક સર્વેમાં એવો દાવો કરવામાં આવ્યો છે.

યૂપીએ પર ભારે એનડીએ

આ સર્વે મુજબ રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન એનડીએને સત્તાધારી સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન યૂપીએતેહે વધુ સીટો મળશે. સર્વે મુજબ જ્યા એનડીએ 2009ના સંખ્યાબળ 159થી વધુ 186 સીટો મેળવશે, તો બીજી બાજુ કોંગ્રેસની આગેવાનીમાં યૂપીએ 259થી ગબડીને 117 પર આવી જશે.

ક્ષેત્રીય દળના હાથમાં રહેશે ચાવી

લોકસભા ચુંટણી બાદ કેન્દ્રમાં સરકારના ગઠનની ચાવી ક્ષેત્રીય દળોના હાથમાં રહેશે. એઆઈએડીએમકે, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, વામ મોર્ચા, તૃણમૂળ કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ, બીજૂ જનતા દળ, વાઈએસઆર કોંગ્રેસ અને તેલંગાના રાષ્ટ્ર સમિતિ મહત્વપૂર્ણ ભાગ ભજવશે.

કોંગ્રેસ 102 પર સમેટાઈ જશે

સર્વે મુજબ એનડીએને 35 ટકા યૂપીએને 27 ટકા ને ક્ષેત્રીય પાર્ટીયોને 38 ટકા મત મળશે. પાર્ટીવાર વિગતમાં એવુ કહેવાયુ છે કે કોંગ્રેસને 2009માં મળેલ 206 સીટો સામે 102 સીટો મળશે અને બીજેપી જેને અગાઉ ચુંટણીમાં 116 સીટો મળી હતી, તેમને 162 સીટો પર જીત મળશે.

બિહારમાં જેડીયૂને ઝટકો

વામ મોર્ચા 32 સીટો, બીએસસી 31, એઆઈએડીએમકે 28, સપા 25, તૃણમૂલ 23 આરજેડી 14 સીટો પર જીત નોંધાવી શકે છે. આંધ્રપ્રદેશમાં વાઈએસઆર કોંગ્રેસ અને ટીઆરએસ 13 સીટો પર કબજો કરી શકે છે. બિહારમાં સત્તાધારી જનતાદળ યૂનાઈટેડને ફક્ત 9 સીટો મળશે. અગાઉના ચુંટણીમાં તેમને 20 સીટો મળી હતી. તમિલનાડુમાં વિપક્ષી ડીએમકેની વર્તમાન સભ્ય સંખ્યા 18થી ઘટવાની આશંકા છે અને પાર્ટીને 5 સીટો જ મળી શકે છે.

મોદીનો જાદૂ ચાલશે

ઈકોનોમિક્સ ટાઈમ્સ અને નીલ્સન સર્વે મુજબ યુપી અને બિહારમાં મોદીના પક્ષમાં હવા ચાલી રહી છે. આ બંને રાજ્યોમાં દરેક બીજો વોટર મોદીને પીએમ પદની ઉમેદવારીનુ સમર્થન કરતો જોવા મળી રહ્યો છે. મોદી યૂપી અને બિહારમાં રાહુલ ગાંધી કરતા ખૂબ આગળ નીકળતા દેખાય રહ્યા છે.

સર્વે મુજબ યૂપીના 50 ટકા લોકો મોદીને પીએમના રૂપમાં જોવા માંગે છે, બીજી બાજુ બિહારમાં 47 ટકા લોકોની આવી ઈચ્છા છે. બીજી બાજુ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને યુપીમાં માત્ર 9 ટકા લોકો પીએમ બનતા જોવા માંગે છે. પણ બિહારમાં રાહુલ માટે વધુ સમર્થન છે. અહી 19 ટકા લોકો તેમને પીએમના રૂપમાં જોવા માંગે છે. રાહુલ મોદી કરતા દરેક પ્રકારના વોટરોના સમૂહથી દૂર થતા દેખાય રહ્યા છે. સ્ત્રી પુરૂષ, શહેર કે ગામ જેવા દરેક પ્રકારના વોટરોના સમૂહમાં મોદી રાહુલ પર ભારે છે. ખાસ કરીને યુવા મોદીના સમર્થક છે.