બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

યુપીએ માટે ટ્વેન્ટી-ટ્વેન્ટી જેવી સ્થિતિ

દેવાંગ મેવાડા

યુપીએ સરકાર બચી જશે તેવી ઘણાં કોંગ્રેસીએ વિશ્વાસ સાથે કહી રહ્યા છે. તેની પાછળનું ગણિત પણ ખુબ રોચક છે. તેને સમજવા માટે ચલો એક લટાર મારીએ પાર્ટીની આંતરીક સ્થિતિ પર ...

સત્તાનું કાઉન્ડ ડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે દરેક પાર્ટી પોતાના સાંસદોને બચાવવામાં પડી છે. પાર્ટીનો એક સાંસદ પણ વિરોધી પાર્ટીમાં જઈને બેસી જાય તો સરકાર બનાવવાનું કે તોડવાનું સ્વપ્ન અધુરૂ રહી જાય તેમ છે. તેમાં નાની પાર્ટી જેમ કે જેડીએસ, રાષ્ટ્રીય લોકદળ, જેએમએમ, નેશનલ કોંન્ફરન્સ વગેરે જેવી પાર્ટીઓએ તેમના સાંસદોને મતદાન થાય, ત્યાં સુધી મજબુત કિલ્લેબંધીમાં બંધ કરી રાખ્યા છે. કારણ કે ભુતકાળમાં કેટલાય સાંસદોએ લાલચમાં આવી જઈને પોતાના પક્ષ વિરૂધ્ધ મતદાન કર્યુ છે.
આ જંગમાં હવે ગણતરીનાં કલાકો બાકી છે, ત્યાં બધાનું લક્ષ્ય 271 છે. યુપીએ ગઠબંધન શામ, દામ, દંડની નીતિ અપનાવીને આ લક્ષ્ય હાંસલ કરવા માંગે છે. પણ તેની પાસે પુરૂ સમર્થન ધરાવતાં ફક્ત 255 સાંસદો છે. તેમાં જેએમએમ અને જેડીએસનાં આઠ સાંસદો મેળવતાં 263 થાય છે. એમડીએમકેનાં બે બળવાખોર સાંસદો સાથે આંકડો 265 થાય છે. બાકીનાં છ મત માટે તેણે વિપક્ષોનાં બળવાખોર સાંસદો પર આધાર રાખવો પડશે. પણ અહીં સમાજવાદીનાં ચાર બળવાખોર સાંસદો અને બે જેલમાં બંધ સાંસદો અંગે કંઈ કહી શકાય નહીં. તેથી યુપીએ પાસે 260 સાંસદોનો ટેકો છે. તેથી હજી 12 સાંસદો ખુટે છે.

કોંગ્રેસનાં મેનેજરોની ગણતરી એવી છે કે દરેક પક્ષનાં અસંતુષ્ઠ નેતાઓને પોતાની તરફ લાવીને 271નાં જાદુઈ આંકડાને મેળવી શકાય છે. આમ પણ ટીપે ટીપે પાણી ભરાય છે, તેવી રીતે એક-એક કરીને વિશ્વાસમત મેળવી શકાય છે. કારણકે ભાજપનાં પણ બે સાંસદો સસ્પેન્ડ છે. તેમનો ટેકો કોંગ્રેસ મેળવી શકે છે. આમ કોંગ્રેસ માટે હાલની સ્થિતિ ટવેન્ટી-ટવેન્ટી જેવી છે, 22 જુલાઈનાં દિવસ સુધી જીત-હારનો ફેંસલો કરવો મુશ્કેલ છે.