શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2013 (15:18 IST)

યૂપીમાં મિશન 2014 માટે બીજેપીનો 'પ્લાન મોદી' તૈયાર !!

15 ઓક્ટોબરના રોજ રેલીનુ આયોજન

P.R


ઉત્તર પ્રદેશમાં બીજેપીના મિશન 2014નો પ્લાન મોદી તૈયાર થઈ ગયો છે. 15 ઓક્ટોબરના રોજ કાનપુરમાં બીજેપીના પીએમ ઈન વેટિંગ નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશમાં પહેલીવાર ચુંટણી શંખનાદ કરશે. કાનપુરમાં મંચ પર તેમની સાથે રાજનાથ સિંહ પણ હશે. બીજી રેલી 25 ઓક્ટોબરન રોજ ઝાંસીમાં થશે અને ત્રીજી 8 નવેમ્બરના રોજ બહરાઈચમાં હશે. મંગળવારે યૂપી બીજેપીના કૌર ગ્રુપની બેઠકમાં પાર્ટીએ નક્કી કર્યુ હતુ કે રાજ્યના 8 જોનમાં 8 મોટી રેલીઓ અને અંતમાં લખનૌમાં એક મહારેલીનુ આયોજન કરવામાં આવશે.

કોર ગ્રુપની બેઠક પછી બીજેપી મહાસચિવ અને યૂપીના પ્રભારી અમિત શાહને જવાબદારી સોંપવામાં આવી હતી કે તેઓ નરેન્દ્ર મોદી સથે વાત કરી તારીખોને અંતિમ રૂપ આપે. સૂત્રોનુ માનીએ તો મોદીની વધતી લોકપ્રિયતાનો ફાયદો ઉઠાવવા માટે પાર્ટી તેમની 20થી વધુ રેલીઓ આયોજીત કરી શકે છે.

મોદીએ કાશી, મથુરા અને અયોધ્યાથી શરૂઆત નહી કરી આ સ્પષ્ટ સંદેશ આપી દીધોછે કે યૂપીમાં પાર્ટીનો એજંડા શુ હશે. ઓછામાં ઓછા મુઝફ્ફરનગરની ઘટના અને બેજેપી સાંસદો વિરુદ્ધ કેસ નોંધ્યા બાદ પાર્ટીને લાગવા માડ્યુ છે કે જો ધ્રુવીકરણ આવુ જ થતુ રહ્યુ તો ચુંટણીમાં ફાયદો થઈ જશે. તેથી જૂના મુદ્દા નથી ઉખાડી રહી.

અમિત શાહ ભલે અયોધ્યા ફરી આવ્યા હોય પણ એવો કોઈ સંકેત નથી આપ્યો કે રામ મંદિર ચુંટણી એજંડા હશે. હવે નજર મોદી પર છે કે તેઓ વિકાસના જે મોડલની વાત દરેક સભામાં કરતા આવ્યા છે તે મૂડ યૂપીમાં બદલાય છે કે નહી.