બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

યેદિયુરપ્પાએ એ રાજીનામા સામે શરતો મુકી

PTI
કર્ણાટકના નેતૃત્વ પરિવર્તનના મુદ્દા પર ભારતીય જનતા પાર્ટી(ભાજપા)ની મુશ્કેલીઓ વધી ગઈ છે. પાર્ટીના બે વરિષ્ઠ નેતાઓ રાજનાથ સિંહ અને અરુણ જેટલીની શુક્રવારે મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાની સાથે થયેલ બેઠકમાં કોઈ પરિણામ નથી નીકળ્યુ. માનવામાં આવી રહ્યુ છે કે યેદિયુરપ્પાની મુશ્કેલ શરતો અને પાર્ટીના અંતર્કલહને કારણે શુક્રવારે પ્રસ્તાવિત સાંસદ દળની બેઠકને ટાળવી પડી.

યેદિયુરપ્પાએ 31 ઓગસ્ટના રોજ રાજીનામુ આપવાની વાત તો કરી છે, પરંતુ પોતાના ઉત્તરાધિકરીની પસંદગી સહિત પાર્ટીમાં પોતાની ભવિષ્યની ભૂમિકાને લઈને કેટલીક એવી શરતો મુકી છે, જેમાંથી બહાર આવવુ હાઈકમાન માટે એક મોટો પડકાર છે.

યેદિયુરપ્પાની શરત એ છે કે તેમના ઉત્તરાધિકારીની પસંદગી તેમની પસંદથી કરવામાં આવે. સાથે જ તેમને પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષનુ પદ આપવામાં આવે. આ દરમિયાન મંત્રીમંડળમાં કરવામાં આવતા નિર્ણય વિશે તેમની પાસે અધિકાર રહે. બીજી બાજુ તેમના સમર્થકોની માંગ છે કે વિધાનસભા ચૂંટણી યેદિયુરપ્પાના નેતૃત્વમાં થાય અને આ ચૂંટણીમાં જો પાર્ટી જીતે તો મુખ્યમંત્રી યેદિયુરપ્પાને જ બનાવવામં આવે.

આ દરમિયાન પાર્ટીના વરિષ્ઠ નેતાઓ રાજનાથ સિંહ અને અરુણ જેટલીએ મુખ્યમંત્રીના રહેઠાણ પર યેદિયુરપ્પા સાથે અડધા કલાકથી વધુ મોડી રાત સુધી મુલાકાત કરી. પાર્ટી ઈચ્છે છે કે યેદિયુરપ્પા પ્રથમ પદ છોડે અને ત્યારપછી તેમની ભવિષ્યની ભૂમિકા પર ચર્ચા થાય.

ભાજપાના આ સંકટ સામે કોંગ્રેસને તેના પર શાબ્દિક બાણ ચલાવવાને તક મળી છે. કોંગ્રેસ પ્રવક્તા મનુ સિંઘવીએ ભાજપાની એવુ કહીને મજાક કરી કે લાગે છે કે યેદિયુરપ્પા પદ છોડવા માટે શરતો ગણાવી રહ્યા છે.