શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

રજનીકાંત રાજકારણમાં આવે-ચિરંજીવી

તામિલ સુપરસ્ટાર રજનીકાંતે રાજકારણમાં પ્રવેશ કરવો જોઈએ. તેણે હવે વધુ વિચાર ન કરીને આ અંગે વિચાર કરવો જોઈએ. ચિરંજીવીએ આ વર્ષે જ પ્રજારાજ્યમ પાર્ટીની સ્થાપના કરી હતી.

ચિરંજીવીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે રજનીકાંતનાં સમર્થકો તેમની પાસેથી કંઈક વધારે આશા રાખે છે. તેથી તેના સમર્થકોની આશા પૂરી કરવા માટે તેમણે રાજકારણમાં પ્રવેશવું જોઈએ.

આ અંગે ચિરંજીવીએ રજનીકાંતની સાથે વાતચીત કરીને તેમને સલાહ પણ આપી ચુક્યા છે. આ અગાઉ 1996માં રજનીકાંતનાં સમર્થકોએ તેમને રાજકારણમાં પ્રવેશવા સલાહ આપી હતી. જે રજનીકાંતે ફગાવી દીધી હતી. ચિરંજીવીએ સલાહ આપી હતી કે કેટલાંક લોકો રજનીકાંતની ફિલ્મી કારકીર્દીનો રાજકારણમાં પોતાના ફાયદા માટે ઉપયોગ કરે છે.