શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: મુંબઈ , બુધવાર, 30 જાન્યુઆરી 2013 (12:55 IST)

રાજ ઠાકરે દિલથી આવશે તો તેનુ સ્વાગત છે - ઉદ્ધવ ઠાકરે

.
P.R

બાળ ઠાકરેના મોત પછી સંપૂર્ણ રીતે શિવસેનાની જવાબદારી સાચવ્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ રાજ ઠાકરે પર પ્રથમ વખત મોઢુ ખોલ્યુ છે. તેમણે કહ્યુ કે તાળી એક હાથથી નથી વાગતી. શિવસેના અને એમએનએસ એક સાથે આવશે કે નહી એ વાતનો જવાબા હું એકલો કેવી રીતે આપી શકુ છુ ? પાર્ટીના મુખપત્ર સામનામાં ઉદ્ધવ ઠાકરેને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શુ શિવસેના અને એમએનએસ એકસાથે આવી શકે છે. જવાબમાં ઉદ્ધવે કહ્યુ કે તાળી એક હાથથી નથી વાગતી, સેના અને એમએનએસ એક સાથે આવશે કે નહી એ વાતનો જવાબ હું એકલો કેવી રીતે આપુ ? આ પ્રશ્ન અમને બંનેને સાથે બેસાડીને પૂછવામાં આવે, જો આ પ્રશ્ન બંનેને એકસાથે પૂછવામાં આવે તો સારુ, કારણ કે આનો જવાબ એક તરફ્થી નહી બંને તરફથી આવવો જોઈએ. જ્યારે ઉદ્ધવને પૂછવામાં આવ્યુ કે રાજ ઠાકરે તમારી પાસે પ્રસ્તાવ લઈને આવે તો ? જવાબમાં ઉદ્ધવે કહ્યુ કે કોઈ શિવસેનાની સાથે દિલથી જોડાવવા તૈયાર છેત ઓ હુ તેનુ સ્વાગત જ કરીશ. જો કે ઉદ્ધવ પર બહુ ભાર આપતા તેમણે આ જવાબ આપ્યો છે. પણ આ નિવેદનને પણ રાજ માટે સાથે આવવાના આમંત્રના રૂપમા પણ જોવામાં આવે છે. આ પહેલા પણ બંને ભાઈઓની સાથે આવવાની અટકળો લગાવવામાં આવતી હતી, પણ દરેક વખતે આ માત્ર અટકળો જ રહે છે.

બાળા સાહેબની અંતિમ ઈચ્છા હતી મનસે અને શિવસેનાનો વિલય

શિવસેના પ્રમુખ બાળ ઠાકરેના નિધનથી કેટલાક દિવસ પહેલા 25 ઓક્ટોબરને પાર્ટીની દશેરા રેલીમાં વીડિયો દ્વારા પોતાનો સંદેશ મોકલ્યો હતો. બાળા સાહેબના પાર્ટી સદસ્યોથી અપીલ કરતા કહ્યુ હતુ કે જેના પર તેમણે 46 વર્ણો સુધી તેમની દેખરેખ કરી છે. આ જ રીતે તેમના પુત્ર અને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અને પૌત્ર આદિત્યનુ પણ ધ્યાન રાખે. ઠાકરેએ બ્રાંદ્રા સ્થિત પોતાના રહેઠાણ પરથી વીડિયો કોંફરેંસ દ્વારા કહ્યુ હતુ કે શિવાજી પાર્કમાં 47મી વાર્ષિક દશેરા રેલીને તેઓ ખાનગી રૂપે સંબોધિત કરવા માંગતા હતા. પણ ખરાબ સ્વાસ્થ્યને કારણે તેઓ ત્યા ન જઈ શક્યા. પોતાના ભાવુક સંદેશમાં શિવ સુપ્રીમોએ કહ્યુ હતુ કે સેનાના રસ્તામાં કોઈ 'મરાઠી માનુસ'એ ન આવવુ જોઈએ. દાદરના જે શિવાજી પાર્કમાં શિવ સેનાની રચના થઈ હતી, એ જ સ્થાન પર સેના બે ટુકડામાં વહેંચાઈ ગઈ હતી. આવુ નહોતુ થવુ જોઈતુ. જો અમે એક થઈ જઈએ તો કોંગ્રેસ-એનસીપીને હરાવી શકે છે.