શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|

રાજ ઠાકરેને જવાબ આપવા નોટિસ

N.D

મુંબઇના ઉપનગર વિક્રોલીની એક અદાલતે મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેની અરજીનો સ્વીકાર કરતાં કહ્યું હતું કે, આ વર્ષે ફેબ્રુઆરી માસમાં ઉત્તર ભારતીયોઓ વિરૂધ્ધ કરાયેલ ભડકાઉ ભાષણના મામલે આપવામાં આવેલા જામીન કેમ રદ ના કરવા એ અંગે જવાબ આપવા માટે આગામી 7મી નવેમ્બર સુધી સમય મર્યાદા આપી છે.

રાજ ઠાકરેના વકીલે અદાલતમાં અરજી દાખલ કરી સ્વીકાર્યુ હતું કે રાજ ઠાકરે છેલ્લા બે દિવસથી પોલીસ કસ્ટડીમાં હોવાથી આ મામલે તેઓ વકીલ સાથે વાત ચીત કરી શક્યા નથી. અદાવતે આ મામલે રજુ કરાયેલ અરજીનો સ્વીકાર કરતાં આગામી 7મી નવેમ્બર સુધી જવાબ આપવાનો સમય આપ્યો છે.

રેલવે ભરતી બોર્ડની પરીક્ષા આપવા આવેલા નોકરીવાચ્છુઓ સાથે ગત 19મી ઓક્ટોબરે કરાયેલી મારપીટ મામલે રાજ ઠાકરેની રત્નીગીરીથી ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં પોલીસે વિક્રોલી કોર્ટમાં એક અરજી દાખલ કરી રાજ ઠાકરેને અપાયેલા જામીન રદ કરવાની માંગ કરી હતી.

વિક્રોલી કોર્ટે પોલીસની અરજી મુદ્દે રાજ ઠાકરેને નોટિસ આપી આ મામલે જવાબ આપવા આદેશ કર્યો છે કે જે શરતોને આધીન તેમને જામીન આપવામાં આવ્યા હતા તેનો ભંગ કરવાથી તેમના જામીન કેમ રદ ન કરવા?