શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: કોલંબો , બુધવાર, 20 મે 2009 (11:39 IST)

રાજીવ ગાંધી હત્યા કેસ બંધ કરાશે !

ભારતે શ્રીલંકા પાસે વેલુપિલ્લાઈ પ્રભાકરનના મૃત્યુના વૈજ્ઞાનિક પુરાવા માંગવાનું નક્કી કર્યું છે જેથી રાજીવ ગાંધીની હત્યાનો 18 વર્ષથી ચાલી રહેલો કેસ બંધ કરી શકાય.

21મી મે 1991ના રોજ ચેન્નાઈ નજીક પેરામ્બુદુર ખાતે એક મહિલા આત્મઘાતિની મદદથી રાજીવ ગાંધીને ફુંકી દેવાયા હતા. તેમા લિટ્ટેને જવાબદાર ઠરાવાયું હતું અને તેના છેલ્લા બે આરોપી પ્રભાકરન અને પોટ્ટ અમાનને ગણવામાં આવે છે. જો તે બંને માર્યા ગયાની વાત સિદ્ધ થાય તો આ કેસ ચલાવવા કે લંબાવવાનો કોઈ અર્થ રહેતો નથી તે સંજોગોમાં ભારત શ્રીલંકા પાસે આ બંનેના મૃત્યુ અંગે વૈજ્ઞાનિક પુરાવાઓ માંગશે.

લીટ્ટેને હરાવવામાં મળેલી સફળતાએ આપણા સંપૂર્ણ રાષ્ટ્રની સફળતા છે. તેવું વકતવ્ય શ્રીલંકન રાષ્ટ્રપતિ મહિન્દ્રા રાજયકક્ષેએ શ્રીલંકાની સંસદમાં આપ્યું હતું. જોકે તેમણે તેમના વકતવ્યમાં ઊગ્રવાદી નેતા વેલુપિલ્લાઈ પ્રભાકરનનું મૃત્યુ થયું હોવાનું જાણ્યું ન હતું પણ શ્રીલંકન લશ્કરે આપેલી કુરબાનીનો ઊલ્લેખ કરતાં જણાવ્યું હતું કે આપણો હેતુ તામિલ લોકોને લીટ્ટેની પકડમાંથી છોડાવવાનો હતો.

નિર્દોષ તામિલ નાગરિકોને બચાવવા માટે આપણા સૈનિકોએ બલીદાન આપ્યા છે. જે વિજય આપણે મેળવ્યો છે તે સમગ્ર રાષ્ટ્રના છે આપણી માતૃભૂમિનો છે. આ દેશમાં તામિલોનું રક્ષણ એ મારી જવાબદારી છે અને ફરજ છે તેમ તેમણે ઊમેર્યું હતું. દરેકને સરખા અધિકાર પ્રાપ્ત થવા જોઈએ અને તેઓ કોઈપણ પ્રકારના ડર વિના જીવી શકે તેવી મારી અપેક્ષા પણ છે. ચાલો આપણે સૌ ભેગા મળીને આ સ્વતંત્ર રાષ્ટ્રનું નિર્માણ કરીએ.