શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

રામકથાકાર મોરારી બાપુનો આજે જન્મદિવસ

માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં રામકથાને લોકપ્રિય બનાવનારા, લોકપ્રિય કથાકાર અને રામભક્ત મોરારી બાપુનો આજે 64મો જન્મ દિવસ છે.
ND
N.D


ગુજરાતના મહુવા નજીકના તલગાજરડા ગામે પિતા પ્રભુદાસ અને માતા સાવિત્રી ઘરે મહા શિવરાત્રિના પાવન પર્વને દિવસે બાપુનો જન્મ થયો હતો. તેમને નાનપણથી જ બાપુ નામ મળેલું કારણ કે, તેમનો જન્મ વૈષ્ણવ બાવા સાધુ નિંબારક પંથમાં થયો હતો જ્યાં પુરુષોને નાનપણથી જ બાપુ કહેવામાં આવે છે.

બાપુનું જીવન તેમની દાદી અમ્રિતા માની નિશ્રામાં ગુજર્યુ હતું અને તેઓ કલાકો સુધી દાદીમા પાસેથી ભારતીય પરંપરાની વાર્તાઓ સાંભળતા હતા. પાંચ વર્ષની નાની વયે જ બાપુએ તેમના દાદા પાસે રામ ચરિત માનસનો અભ્યાસ શરૂ કર્યો હતો.

12 વર્ષની ઉંમરે બાપુએ ખરા હ્રદયથી રામ ચરિત માનસના શ્લોકોનું પારાયણ કરવાનું શરૂ કર્યુ હતું. જેના કારણે ગ્રામજનોનું ધ્યાન તેમના તરફ ખેંચાયુ હતું.

વર્ષ 1960માં તલગાજરડાના રામ મંદિર ખાતે તેઓએ પ્રથમ રામ કથા કરી હતી. આજે પણ રામ ચરિત માનસના પ્રત્યેક પ્રસંગોનું ખરા હ્રદયથી અને પ્રેમભાવ પૂર્વક વર્ણન કરવાના કારણે તેમની રામ કથાના આસ્વાદ માટે ભારતભરમાંથી હજારોની સંખ્યામાં લોકો ઉમટી આવે છે.