ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , બુધવાર, 17 માર્ચ 2010 (14:31 IST)

રામદેવ બનાવશે રાજનીતિક પાર્ટી

ND
N.D
જાણીતા યોગાચાર્ય સ્વામી રામદેવે મંગળવારે જાહેરાત કરી છે કે, તે આગામી ત્રણ વર્ષની અંદર એક નવી રાજનીતિક પાર્ટી બનાવશે જે સામાન્ય ચૂંટણીમાં તમામ સીટ પર ચૂંટણી લડશે પરંતુ તેમાં સ્વયં પાર્ટીના ઉમેદવાર નહીં હોય.

રામદેવે જણાવ્યું કે, તે અગાઉથી જ 'ભારત સ્વાભિમાન' આંદોલન શરૂ કરી ચૂક્યાં છે અને પૂરા દેશમાં તેના સભ્યો છે. તે આગામી સામાન્ય ચૂંટણીમાં કોઈ રાજનીતિક પદ પર નહીં હોય અને ન તો ઉમેદવારના રૂપમાં ચૂંટણી લડશે.

તેમણે કહ્યું કે, ભારત સ્વાભિમાન આંદોલન માધ્યમથી અમે અમારા સભ્યો દર વર્ષે વધારી રહ્યાં છીએ. આ જ સભ્યો જિલ્લા સ્તર પર ચૂંટણી માટે પોતાનો ઉમેદવાર પસંદ કરશે અને ત્યાર બાદ ચૂંટણી પહેલા અમે તમામ ઉમેદવારોના નામની જાહેરાત કરી દઈશું પરંતુ વ્યક્તિગત રીતે ચૂંટણી નહીં લડીએ.

રામદેવે કહ્યું કે, આગામી ત્રણ વર્ષમાં તે નવી પાર્ટીઓના નામની જાહેરાત કરી દેશે. તેમણે કહ્યું કે, તેમની પાર્ટી લોકસભાની તમામ 543 સીટોં પર ચૂંટણી લડશે. રામદેવે કહ્યું કે, તે દેશમાં છુપાયેલા કાળા નાણાને બહાર કાઢીને દેશના વિકાસ કાર્યોમાં લગાડશે.