શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 30 એપ્રિલ 2013 (18:07 IST)

રામદેવના શાળાની ફી 1.30 લાખ રૂપિયા !!

P.R
ભ્રષ્ટાચાર અને કાળાધન વિરુદ્ધ લડાઈ લડનારા યોગગુરૂ રામદેવે હરિદ્વારમાં પોતાની શાળાની આચાર્યકુલમ શરૂ કરી દીધી છે.

જેમા દેશના જ નહી વિદેશના લોકો પણ પોતાના બાળકોના એડમિશન માટે મહેનત કરી રહ્યા છે. આ આચાર્યકુલમની વાર્ષિક ફી સાંભળીને સામાન્ય માણસ પોતાના બાળકોને ભણાવવાનો વિચાર પણ કરી શકતો નથી.

અહીની વાર્ષિક ફી 1 લાખ 30 હજાર રૂપિયા છે. રામદેવને પૂછતા કે શુ ફી વધારે નથી, રામદેવે કહ્યુ કે અમે એયર કંડીશન રેજિડેંશિયલ ફેસિલિટી આપી રહ્યા છે.

સ્માર્ટ ક્લાસ અને પારંપારિક રમત, કુશ્તી, કબડ્ડીથી લઈને ફુટબોલ, હોકી, ઘોડેસવારી, તીરંદાજી બધુ જ શીખવાડવામાં આવશે. રામદેવનુ કહેવુ છે કે દરેક બાળક પર લગભગ 2.50 લાખ ખર્ચ આવશે અને અમે તો અડધી જ ફી લઈ રહ્યા છીએ. રામદેવ આને 12મા સુધી જ સીમિત નથી રાખવા માંગતા પણ તેને આગળના અભ્યાસની સાથે પ્લેસમેંટૅની ગેરંટી પણ આપવા માંગે છે.