મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 15 માર્ચ 2013 (18:14 IST)

રામદેવનુ વિવાદાસ્પદ નિવેદન : રાહુલ 42 વર્ષે પણ પુખ્ત નથી

P.R

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વિશે યોગગુરૂ બાબા રામદેવે કટાક્ષ કરીને એક નવો વિવાદ સર્જ્યો છે. રામદેવે કહ્યુ હતુ કે દેશમાં પુખ્ત હોવાની વય અંગે વિવાદ ચાલી રહ્યો છે પરંતુ કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી તો 42 વર્ષના હોવા છતાં પણ પુખ્ત નથી.

બાબા રામદેવે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે કોંગ્રેસ પાર્ટી તેમના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને ભાવિ વડાપ્રધાન તરીકે જુએ છે પણ તેઓ તો નાદાન છે. હકીકતમાં દેશને એવા વડાપ્રધાનની આવશ્યકતા છે જે દેશની તસવીર બદલી નાખે.

રામદેવે કાળા નાણાંની સમસ્યાનો ઉલ્લેખ કરતા કહ્યુ કે બેંકોંમાં ગોપનીયતાના કાનુ કાળા નાણાં માટે જવાબદાર છે તેથી આ કાયદો જ ખતમ કરી દેવો જોઈએ. રામદેવે કહ્યુ હતુ કે બેંકો, બેંકર્સ, મોટા ઉદ્યોગપતિઓ અને ભ્રષ્ટાચારી કોર્પોરેટ ગૃહો સૌ મળીને દુનિયાભરમાં કાળાનાણાંનું ચક્રવ્યુહ રચી રહ્યા છે.