ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: પુણે , બુધવાર, 25 નવેમ્બર 2009 (13:21 IST)

રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે ઈતિહાસ રચ્યો

સુખોઈમાં બેસનારી પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બની

રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે આજે ઈતિહાસ રચતા લડાકૂ વિમાન સુખોઈ એમકેઆઈ-30 માં સવાર થઈને ઉડાણ ભરી. રાષ્ટ્રપતિ સુખોઈ વિમાનમાં ઉડાણ ભરનારી પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બની ગઈ છે. આજે પુણેના લોહેગાંવ એરફોર્સ બેસ પર રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે સુખોઈમાં ઉડાણ ભરી.

રાષ્ટ્રપતિ સાથે ઉડાણ ભરનારા પાયલટ વિંગ કમાંડર એસ સાજન છે. આ ઉડાણ માટે રાષ્ટ્રપતિને ખાસ એંટી ગ્રૈવિટી સૂટ પણ પહેરાવામાં આવ્યું. સાથે જ રાષ્ટ્રપતિની 74 વર્ષની ઉમરને ધ્યાનમાં રાખતા વિમાનની ગતિપણ ઓછી રાખવામાં આવી. સામાન્ય રીતે વિમાનની ગતિ 1100 કિલોમીટર પ્રતિક કલાક હોય છે પરંતુ આજે તેને 700-800 કિલોમીટર પ્રતિક કલાકની ઝડપે ઉડાવવામાં આવ્યું. વિમાનમાં ચડ્યા પહેલા રાષ્ટ્રપતિની મેડિકલ તપાસ કરવામાં આવી અને તેમને વાયુસેનાએ શાનદાર શૈલીમાં સલામી પણ આપી.

ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઉડાણ માટે રાષ્ટ્રપતિને ત્રણ માસની તાલીમ પણ લેવી પડી. રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ પહેલા ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે પણ 2006 માં સુખોઈ ફાઈટર પ્લેનમાં મુસાફરી કરી ચૂક્યાં છે.