ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 10 ઑગસ્ટ 2013 (14:17 IST)

રાહુલ ગાંધી છે એક ગંભીર નેતા - નીતિશ કુમાર

P.R
ભાજપાથી જુદા થયા બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર કોંગ્રેસ અને ભાજપા વિરોધી ગ્રુપના નિકટ આવી રહ્યા છે. તેઓ ભાજપાને ઓલવાતો દિવો અને રાહુલ ગાંધીને ગંભીર નેતા માને છે. મુલાયમ સિંહ યાદવ પણ તેમની નજરમાં રાષ્ટ્રીય દ્રષ્ટિવાળા મોટા નેતા છે. અહી પ્રસ્તુત કરીએ છીએ તેમના એક ઈંટરવ્યુની ઝલક.....

શુ તમને ભાજપા અને એનડીએનો સાથ છોડવાનો કોઈ અફસોસ છે ?

અમે વિવાદિત મુદ્દા અને વિવાદિત વ્યક્તિ બંનેનો વિરોધ કર્યો. આવામાં અમને દોસ્તી તૂટવાનો કોઈ અફસોસ નથી.

શુ બિન કોંગ્રેસવાદનો રસ્તો બદલશો ?

દેશમાં બિન કોંગ્રેસવાદનુ જે વાતાવરણ બની રહ્યુ હતુ તેણે ભાજપાએ ખતમ કર્યુ. મોંઘવારી, ભ્રષ્ટાચારને લઈને આખા દેશમાં બદલાવનું વાતાવરણ બની રહ્યુ હતુ,પણ ભાજપાની એક વ્યક્તિની જીદને કારણે તેના પર પાણી ફરી ગયુ.

જો યુપીએ સરકાર બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપે છે તો શુ તમે કોંગ્રેસ તરફ જશો ?

જો યૂપીએ સરકાર બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપે છે તો હુ તેનુ સ્વાગત કરીશ. જો કેન્દ્ર સરકાર બિહારની જનતાની ભાવનાનો આદર કરશે તો અહીની જનતાની સાથે સાથે તેમને પણ ફાયદો થશે.

લોકસભા ચુંટણીમાં તમે કોની સાથે રહેશો ?

- હજુ હાલ અમે એનડીએથી જુદા થવાનો આટલો મોટો નિર્ણય લીધો છે. હવે અમારી પ્રાથમિકતા અમારા સંગઠન અને સરકારને મજબૂત કરવાની છે. કેટલાક મહીના પછી પાર્ટીની બેઠકમાં આ મુદ્દા પર નિર્ણય થશે.

શુ તમે કોંગ્રેસ સાથે ગુપ્ત સહમતિ થયા બાદ એનડીએથી જુદા થવાનો નિર્ણય લીધો ?
- આ બેબુનિયાદ વાતો છે.

- રાહુલ ગાંધી વિશે તમારો શુ વિચાર છે ?

- દેશને લઈને રાહુલ ગાંધીનો પોતાનો દ્રષ્ટિકોણ છે. તેમની રાજનીતિ અને કામકાજમાં ગંભીરતા જોવા મળે છે. તેમનામાં સીખવાની લગન છે. તેમને સંગઠનની જવાબદારી સંભાળી લીધી છે, પણ લાગે છે કે હજુ સુધી એ નક્કી નથી થઈ શક્યુ કે ચુંટણીમાં પાર્ટીનુ નેતૃત્વ કરશે કે નહી.

- શુ જુના સમાજવાદીઓને એકજૂટ નથી કરી શકાતા ?

- સમાજવાદી નૈનો ટેકનીક જેવી થઈ ગઈ છે. વિખરાઈને જ્યા પણ છે તાકતવર થઈ ગઈ છે. જો એકજુટ થઈ જાય તો દેશમાં સૌથી મોટી તાકત તેમની રહેશે. જુદા જુદા થઈને ભલે તેમની તાકત ક્ષેત્રીય રહી ગઈ હોય, પણ વિચાર રાષ્ટ્રીય છે. યુપીમાં મુલાયમ યાદવ જેવા મોટા નેતા છે, જેમના વિચાર રાષ્ટ્રીય છે. પણ સમાજવાદીઓની એકતા હવે એક કલ્પનાની વાત થઈ ગઈ છે.

શુ ચુંટણી પછી મોદીને બાજુ પર મુકી દેવામાં આવે તો ભાજપા સાથે મિત્રતા થઈ શકે ખરી ?

ભાજપા જ્યા જઈ ચુકી છે ત્યાથી તેના પરત ફરવાની કોઈ શક્યતા નથી. હવે તેની સાથે જવાની વાત વિચારવી યોગ્ય નથી.

વિકાસના મોડલ તરીકે ગુજરાત અને બિહારમાંથી કોણ ભારે પડશે ?

= બિહારનો વિકાસ મોડલ સમાવેશી વિકાસનો છે. તેમા ન્યાય સાથે વિકાસ છે. સદ્દભાવના અને કાયદાનુ રાજ મૂળ તત્વ છે. સૌનો વિકાસ જ દેશને આગળ લઈ જઈ શકે છે. કેટલાક ઘરાનાઓનો વિકાસ કરવાથી વિકાસ દર વધી શકે પણ દેશ આગળ ન જઈ શકે.

તમે મોદીનો મુકાબલો કેવી રીતે કરશો ?

ભાજપાની વર્તમાન આક્રમકતા ઓલવાતા દિવા જેવી છે. જ્યા સુધી તે રાજનીતિની મુખ્યઘારામાં હતી આગળ વધી. હવે તે ફરીથી જૂના વિચારોની સીમામાં કેદ થઈ ગઈ છે. તેથી ફરીથી તેનુ પડીકું બંઘાય જશે.


શુ ત્રીજા મોરચાની શક્યતા છે, શુ તમે તેનુ નેતૃત્વ કરશો ?

શક્યતા દરેક વસ્તુની હોય છે. થોડાક મહિનામાં સ્પષ્ટ થઈ જશે. જ્યા સુધી મારો પ્રશ્ન છે, મારી પ્રાથમિકતા બિહારનો વિકાસ છે.