ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 25 ઑક્ટોબર 2013 (11:32 IST)

રાહુલ ગાંધી મુસલમાનોનું જીવવુ મુશ્કેલ ન કરે - આઝમ ખાન

P.R
સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને યૂપીના મંત્રી આઝમ ખાને ગુરૂવારે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યુ કે તેઓ મુસલમાનોનુ જીવવુ મુશ્કેલ ન કરે. અત્રે એ ઉલ્લેખનીય છે કે રાહુલે ઈન્દોર રેલીમાં કહ્યુ હતુ કે પાકિસ્તાનની ગુપ્ત એજંસી આઈએસઆઈ મુઝફ્ફરનગરના દંગા પીડિતો સાથે સંપર્કમાં છે.

રાહુલે આ નિવેદન પર ગુસ્સો વ્યક્ત કરતા આઝમ ખાનને કહ્યુ કે જો આવુ છે તો પણ રાહુલ ગાંધીએ આ રીતે સાર્વજનિક રૂપે નિવેદન ન આપવુ જોઈએ. આવુ કરવાથી નફરત ફેલાશે. સાંપ્રદાયિક તાકતો મુસલમાનોને મારવા શરૂ કરી દેશે અને મુસલમાનોનું જીવવુ મુશ્કેલ થઈ જશે.

ઉલ્લેખનીય છે કે રાહુલે આ નિવેદન આપતી વખતે કહ્યુ હતુ કે તેમને આ વાત એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહી છે. આઝમે કહ્યુ કે રાહુલની આ વાત ખૂબ જ ઉતરતી કક્ષાની છે. તેમણે કહ્યુ કે ઉત્તરપ્રદેશની સીમા પાકિસ્તાન સાથે જોડાયેલી પણ નથી. જો આવી જ વાત છે તો પાકિસ્તાન સાથે જોડાયેલ માર્ગ અને હવાઈ સીમા સીલ કરો. જો રાહુલની વાતમાં દમ હોય તો તેમણે આ વાત પાકિસ્તાન સરકારને કરવી જોઈએ.

રાહુલના દાવાની તપાસ કરીશુ : મુજફ્ફરનગરના રમખાણ પીડિત કેટલાક મુસલમાનો યુવકોનો પાકિસ્તાની ગુપ્ત એજંસી દ્વારા સંપર્ક કરવા સંબંધે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના દાવા પર યુપી પોલીસે કહ્યુ કે આ અંગે તપાસ કરીશુ.