ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 24 ઑક્ટોબર 2013 (13:43 IST)

રાહુલની રેલીમાં 'મોદી જીંદાબાદ'ની નારેબાજી

.
P.R
રાજસ્થાનના અલવરમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની રેલીમાં બુધવારે એક વિચિત્ર સ્થિતિ ઉભી થઈ. રેલીમાં હાજર ઘણા લોકો નરેન્દ્ર મોદી જીંદાબાદ કરવા લાગ્યા. પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ સમજાવ્યા બાદ પણ લોકો ચુપ ન થયા અને આ પ્રક્રિયા મોડા સુધી ચાલતી રહી.

બુધવારે રાહુલ ગાંધીની બે રાજસ્થાનમાં બે સભાને સંબોધિત કરવાનો કાર્યક્રમ હતો. તે ચુરુમાં સભાને સંબોધિત કર્યા બાદ અલવર જીલ્લાના ખેડલીની રેલીમાં પહોંચ્યા. આ દરમિયાન મોટી સંખ્યામાં યુવા નરેન્દ્ર મોદી અને વસુંધરા રાજેના પક્ષમાં નારેબાજી કરવા લાગ્યા. સભામાં એક બાજુ યુવાઓને શાંત કરાવવાનો પ્રયત્ન થયો તો બીજી બાજુ મોદીના જયકારાનો અવાજ આવવા લાગ્યો. આ યુવાઓએ આગળ પોલીસવાળા અને કોંગ્રેસી સંપૂર્ણ રીતે અસહાય જોવા મળ્યા. મંચ પરથી કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે ઘણીવાર અપીલ કરી પણ કોઈ અસર થઈ નથી.

ખેડલી પહેલા રાહુલે ચુરુમાં જનસભાને સંબોધિત કરી હતી. ત્યા તેમણે કહ્યુ હતુ કે મારી માતાએ કહ્યુ છે કે આ વખતે તુ તારી સ્ટોરી કહેજે. તેમનુ સમગ્ર ભાષણ ઈન્દિરા અને રાજીવ ગાંધીની હત્યાઓ પર કેન્દ્રિત રહ્યુ અને તેમણે કહ્યુ કે મારી દાદીને, મારા પિતાની જેમ એક દિવસ મને પણ મારી નાખશે. તેમના આ નિવેદનને લઈને સોશિયલ સાઈટ્સ પર વિરોધીઓએ ઘણી કમેંટસ કરી અને લખ્યુ કે તેમને બાપ-દાદીની હત્યાઓનો ટેકો લેવાનુ બંધ કરવુ જોઈએ. કેટલાક લોકોએ એવુ પણ કહ્યુ કે રાહુલને આતંકવાદ અને સાંપ્રદાયિક રમખાણો વચ્ચેનું અંતર ખબર નથી.