ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: ગુરુવાર, 31 જુલાઈ 2008 (18:56 IST)

રીમોટ સેન્સીંગ એજન્સી સરકારી બનશે

નવી દિલ્હી. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય રીમોટ સેન્સીંગ એજન્સીને સ્વાયત્ત સંસ્થા બનાવવાની જગ્યાએ સરકારી ઉપક્રમ બનાવવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે.

મંત્રી દાસમુંશીએ જણાવ્યું હતું કે આ એજન્સી અંતરીક્ષ વિભાગ હેઠળ કામ કરશે. જેથી એજન્સીને પ્રાકૃતિક સંશોધન અને સુચના સેવાઓ માટે હવાઈ અને ઉપગ્રહ રીમોટ સેન્સીંગ આંકડાઓની આપ-લે ની ભૂમિકા ખુબ સારી રીતે નિભાવી શકશે.

કેબીનેટ લીધેલા બીજા એક મહત્ત્વનાં નિર્ણયમાં અલ સાલ્વાડોર અને નિકારાગુઆ સાથે વીઝા વગર અવર-જવર કરવાનાં પ્રસ્તાવને પણ મંજુરી આપી છે.

દાસમુંશીએ જણાવ્યું હતું કે આ નિર્ણયથી વીઝા મુક્ત ટ્રાંઝીટ અને અલ સાલ્વાડોર હોન્ડૂરસ અને નિકારાગુઆમાં રાજનીતિક અને સરકારી પાસપોર્ટ ધારકો 90 દિવસ સુધી પ્રવાસની સુવિધાનો લાભ લઈ શકશે.