શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: ચંડીગઢ , મંગળવાર, 29 ડિસેમ્બર 2009 (17:22 IST)

રૂચિકાની સ્કૂલ વિરુદ્ધ તપાસનો આદેશ

બહુચર્ચિત ૂચિકા ગિરહોત્રા કેસમાં ચંડીગઢ પ્રશાસને હવે એ સ્કૂલ વિરુદ્ધ તપાસનો આદેશ આપ્યો છે જેમાંથી સપ્ટેમ્બર 1990 માં રૂચિકાને બહાર કાઢી મૂકવામાં આવી હતી.

ચંડીગઢ પ્રશાસને સેક્રેડ હાર્ટ સ્કૂલ વિરુધ તપાસનો આદેશ આપ્યો છે. સ્કૂલે વગર કોઈ કારણે વર્ષ 1990 માં રૂચિકાને સ્કૂલમાંથી કાઢી મૂકી હતી.

ઉલ્લેખનીય છે કે, 12 ઓગસ્ટ 1990 ના રોજ હરિયાણાના પોલીસ મહાનિર્દેશક એસ. પી. એસ. રાઠૌરે 14 વર્ષીયા ૂચિકા સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને તેના ત્રણ વર્ષ બાદ રૂચિકાએ આત્મહત્યા કરી લીધી હતી.

ચંડીગઢના ગૃહ સચિવ રામનિવાસે કહ્યું કે, રૂચિકાને શાળામાંથી કાઢી મૂકવાના નિર્ણયમાં શાળાના સંચાલકોની ભૂમિકા અંગે તપાસ કરવામાં આવશે. રામનિવાસ શિક્ષા સચિવ પણ છે.